રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : બુધવાર, 22 જૂન 2022 (12:29 IST)

How to make coffee? કૉફી કેવી રીતે બને છે ?

દૂધની કૉફી કેવી બને છે ?
Coffee એક એવી વસ્તુ છે થાક માથામાં દુખાવો, કામનુ પ્રેશર હોય કે કંઈક બીજુ બધુ દૂર ભગાડી દે છે. અને તમને સારો અનુભવ કરાવે છે. આપણે લોકો ફક્ત કોફી પીવા માટે જો હોટલમાં જઈએ તો કોફી તો પસંદ આવે જ છે પણ એક કપ કૉફી માટે આપને કેટલા પૈસા આપી દઈએ છીએ .. તો કેમ ન આપણે એવી જ કોફી ઘરે બનાવતા શીખી લઈએ... 
 
આને બનાવવામા થોડો ટાઈમ અને મહેનત તો લાગે જ છે પણ તમારા હાથની બનાવેલી કોફીની કોઈ બરાબરી નથી કરી શકતુ.. તો ચાલો આજે આપણે આજે જોઈએ કે કોફી કેવી રીતે બનાવાય છે. 
 
દૂધ (Milk): 250 ગ્રામ 
કૉફી (Coffee): 2 ચમચી 
ખાંડ (Suger)- 3 ચમચી 
 
કોફી બનાવવાની વિધિ -  How to make coffee? 
 
સૌ પહેલા એક મગમાં ખાંડ અને કૉફીને નાખી દો 
 
2. પછી તેમા એક ચમચી દૂધ કે પાણી નાખીને તેને મિક્સ કરો 
 
કોફી કેવી રીતે બનાવય છે -  How to make coffee? 
 
3. હવે દૂધને ગરમ થવા મુકી દો. 
 
4. જ્યારે કોફી અને ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય તો તેમા એક ચમચી વધુ દૂધ નાખો અને તેને મિક્સ કરો. 
 
5. પછી તેમા એક ચમચી વધુ દૂધ નાખો અને મિક્સ કરો. 
 
 | (જ્યા સુધી કોફી ગોલ્ડન રંગની નથી થઈ જતી ત્યા સુધી હલાવતા રહો) 
 
6. હવે ગેસ પર દૂધ ચઢાવો. અને ઉકળે ત્યાં સુધી રાહ જુઓ.
 
7. હવે તમે બીજો કપ લો અને તેમાં કોફી નાખો અને તે પછી દૂધ ઉમેરો અને તેને ચમચી વડે મિક્સ કરો.
 
8. ત્યારબાદ તમે ઉપરથી થોડી કોફી વધુ કોફી નાખી દો  જો તમને ફીણવાળી કોફી ગમે છે તો…
 
9. હવે આપણી કોફી બની ગઈ છે પણ તે સાધારણલાગે છે, તો ચાલો તેને થોડી સજાવીએ, મેં આના માટે વિશેષ કશુ કર્યું નથી, આ માટે મેં કપ સાઈઝનો કાગળ લીધો છે અને તેની ડિઝાઇન બનાવી છે અને તેને કાતરથી કાપી લીધી છે.
 
10. હવે તે કાગળને કપ પર મૂકો અને ઉપર થોડો કોફી પાવડર છાંટી દો.
 
11. તે પછી ધીમે ધીમે કાગળને હટાવી લો અહી તમારી એકદમ બજાર જેવી કોફી બનીને તૈયાર છે. 

જો તમે ઈચ્છો તો તેને બનાવીને ફ્રીજમાં મુકીને 2-3 દિવસ સુધી પી શકો છો.
 
મને ખાતરી છે કે તમને આ કોફી બનાવવાની રીત પસંદ આવી જ હશે, જો હા તો લખો અને જો તમે બીજી કોઈ રેસીપી વિશે જાણવા માંગતા હોય કે જે મે  અમે હજી સુધી લખી નથી, તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને અમે તે રેસીપી વિશે અમારી આગામી પોસ્ટમાં બતાવીશુ.