રવિવાર, 17 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શનિવાર, 8 જૂન 2024 (12:22 IST)

Cooking Tips: કારેલાનુ શાક કડવુ થઈ જતુ હોય તો આ ટિપ્સ અપનાવી જુઓ

Stuffed bitter gourd
Cooking Tips: મોટાભાગના ડોકટરો ઉનાળાની ઋતુમાં કારેલા ખાવાની સલાહ આપે છે. કારેલામાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારેલાનું સેવન અનેક રોગોમાં થાય છે. કારેલા એક એવું શાક છે જેને યોગ્ય રીતે તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. જો કે કારેલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ જો તેને યોગ્ય રીતે તૈયાર ન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ કડવો બની જાય છે.
 
મોટા લોકો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એમ વિચારીને હજુ પણ એક વાર કારેલા ખાઈ લે, પરંતુ બાળકો તેને ખાવામાં ખૂબ જ નખરા કરે છે. જો તમે પણ તમારા દ્વારા બનાવેલ કારેલાનુ શાક કડવુ રહી જવાને લઈને પરેશાન છો તો આ લેખ તમારા માટે છે. આ લેખમાં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છીએ, જેને અનુસર્યા પછી કારેલાના શાકની કડવાશ દૂર થઈ જશે.
Bitter gourd
મીઠુ લગાવીને રાખો 
 
કારેલા બનાવતા પહેલા લગભગ 30 મિનિટ માટે કારેલાને સારી રીતે મીઠુ લગાવીને મુકો.  મીઠામાં રહેલા મિનરલ્સ  કારેલાના કડવા રસને દૂર કરવામાં મદદ કરશે. જો તમે ઈચ્છો તો તેને મીઠાના પાણીમાં પલાળીને પણ રાખી શકો છો. તેને બનાવતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવાનુ ધ્યાન રાખો.  
Best Way To Cook Bitter Gourd
Best Way To Cook Bitter Gourd
કારેલાના બીજ હટાવો 
 
કારેલાના બીજમાં ખૂબ કડવાશ જોવા મલે છે. આવામાં તમે કારેલા કાપતી વખતે તેના બીજાને કાઢી લો. બીજ કાઢ્યા બાદ તેની કડવાશ ઘણી બધી ઓછી થઈ જશે. 
 
સારી રીતે છોલો 
 
કારેલાને બનાવતા પહેલા તેને જરૂર છોલી લો. આવુ કરવાથી તેની કડવાશ ઓછી થઈ જશે. કારેલાના છાલટામાં જ સૌથી વધુ કડવાશ જોવા મળે છે. આવામાં તેનુ જાડુ છાલટુ ઉતારી લો. તમે ચાહો તો તેને તાપમાં સુકાવીને ભરેલા કારેલા બનાવતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો. 
  
દહી ઓછી કરશે કડવાશ 
જો તમે કારેલા બનાવવાના એક કલાક સુધી તેને દહીમાં પલાળીને મુકશો તો તેનાથી પણ કારેલાની કડવાશ મોટેભાગે ઓછી થશે. કારેલા બનાવવા માટે તેને દહીમાંથી કાઢી લો અને પછી તેનુ શાક બનાવી લો.