સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : શુક્રવાર, 12 એપ્રિલ 2024 (16:40 IST)

દીવાલ પર લાગેલા ડાઘને ક્લીન કરવા માટે અજમાવો આ સરળ રીત

wall cleaning tips
Wall Stains removing tips- દીવાલ પર ઘણી વાર ડાઘ લાગી જાય છે. જો તમે પણ આ ડાઘને સાફ કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ ટિપ્સની મદદ લેવી જોઈએ. ખાસ કરીને ઘરમાં નાના બાળક હોય તો દીવાલ પર ડાઘ લગાવી નાખે છે. જો તમે પણ ઘરના ગંદા દીવાલોને સાફ કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ ટિપની મદદ લેવી જોઈએ. 
 
દીવાલને ધુવો 
તમે તમારા દીવાલોને વોશ કરતા રહેવા જોઈએ. ઘણા લોકોને આવુ લાગે છે કે દીવાલને વોશ કરવાથી દીવાલ ખરાબ થઈ જાય છે પણ આવુ નથી તમને તમારી દીવાલોને સાચી રીતે વૉશ કરવુ જોઈએ. તેનાથી તમારા દીવાલ પર લાગેલા ડાઘ નિકળી જશે. 
 
ટૂથપેસ્ટનો ઉપયોગ 
જો પેન કે પેંસિલના ડાઘ લાગી ગયા છે તો તમે દીવાલની સફાઈ કરવા માટે ટૂથપેસ્ટની મદદ લેવી જોઈએ. ટૂથપેસ્ટની મદદથી તમે તમારા ઘરની દીવાલની સફાઈ કરી શકો છો. તેના માટે ડાઘની જગ્યા પર ટૂથપેસ્ટ લગાવીને 5 મિનિટ મૂકી દો. પછી દીવાલને એક નરમ બ્રશની મદદથી સાફ કરવું. કોઈપણ ડાઘ મિનિટોમાં દૂર થઈ જશે.
 
 
વિનેગર સ્પ્રે 
વિનેગરમાં કેટલાક તત્વો હોય છે જે મિનિટોમાં કોઈપણ ડાઘ દૂર કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે વિનેગર અને પાણીનો સ્પ્રે તૈયાર કરવો જોઈએ. પછી આ સ્પ્રેને ડાઘવાળી જગ્યા પર લગાવો અને થોડા સમય પછી ભીના કપડાની મદદથી દિવાલ સાફ કરો. આમ કરવાથી તમારા ઘરની દિવાલો સાફ થઈ જશે.
 
ડિશ  શોપ કરશે સાફ 
ડિશ શોપ ગંદાથી ગંદા દીવાલને મિનિટોમાં સાફ કરી શકે છે. તેથી તમને તમારા ઘરની દીવાલને સાફ કરવા માટે ડિશ શોપનો ઉપયોગ કરવો જોઈએ. ડિશ શોપને તમે ડાઘવાળી જગ્યા પર લગાવી દો. પછી થોડી વાર પછી ભીના કપડાની મદદથી દીવાલની સફાઈ કરવી. પછી જો તમે ઇચ્છો તો, તમે તમારા ઘરની દિવાલોને સામાન્ય પાણીની મદદથી ધોઈ શકો છો. તમારા ઘરની દીવાલની નવાની જેમ ચમકવા લાગશે.

Edited By- Monica sahu