શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : સોમવાર, 18 માર્ચ 2024 (14:29 IST)

How to store wheat- ઘઉમાં માચિસ નાખવાથી શું થાય છે

how to store wheat tips
How to store wheat:  કેટલાક લોકો ઘઉને સ્ટોર કરીને ઘંટીમાં દળાવીને ખાવાનું પસંદ કરે છે. જો કે, આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારુ છે. ઘઉંને સ્ટોર કરીને રાખીએ છે તો તેમાં જીવાત અને ઘનેડાં પડી જાય છે
શા માટે આપણે ઘઉંની બોરીમાં માચીસની લાકડીઓ મૂકીએ છીએ?
 
ઘઉમાં માચિસ મૂકવાના આ ઉપાય તમને  થૉડુ અજીબ લાગશે. પણ ઘઉંની જીવાત  ભગાડવા માટે આ એક સારો ઉપાય સાબિત થઈ શકે છે. હકીકતમાં માચિસમાં સલ્ફરની પ્રચુરતા હોય છે. તેની ગંધ ખૂબ તીવ્ર હોય છે.  કીડા અને ધનેડાંને આ પસંદ હોતી નથી. તેથી ઘઉમાં માચિસ નાખવાથી તે ક્યારે પણ ધનેડાં તેમજ બીજી જીવાત થશે નહીં.
 
જો તમે ઈચ્છો તો ઘઉંમાં લીમડો ઉમેરીને તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. લીમડાના પાંદડા કુદરતી રીતે જંતુનાશક તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે ઘઉંને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માંગો છો, તો તમે તેમાં લીમડાના પાન ઉમેરી શકો છો. 
 
આ ઉપરાંત ઘઉંને કીડાઓથી બચાવવા માટે તમે લસણનો ઉપયોગ પણ કરી શકો છો. જંતુઓ લસણની તીવ્ર ગંધને સહન કરી શકતા નથી અને તેઓ અદૃશ્ય થઈ જાય છે. પરંતુ, ધ્યાનમાં રાખો કે તમારે છાલ વગરના લસણનો ઉપયોગ કરવો પડશે. થોડા દિવસો પછી, જ્યારે તે સુકાઈ જશે, તમારે તેને નિયમિતપણે બદલતા રહેવું પડશે.

Edited By-Monica sahu