રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (14:41 IST)

આયુર્વેદ આપણને કયા કયા આહારને એકસાથે ખાવાની ના પાડે છે- કયા ખોરાક સાથે શુ ન ખાવુ જોઈએ

જો ભોજન કર્યા પછી તમારા પેટમાં ગેસ બને છે કે પેટ સંબંધિત અન્ય બીમારી થાય છે તો સમજી લો કે તમે બેમેલ ખોરાક લો છો. કહેવાનો મતલબ છે કે જો તમે યોગ્ય પ્રકારના ખોરાકને કોટી રીતના આહાર સાથે મેળવીને ખાવ છો તો તમને અનેક બીમારીઓ થઈ શકે છે. 
 
આજે આ લેખમાં આપણે આ વાત પર ચર્ચા કરીશુ કે તમારે કયા ખોરાક સાથે શુ ન ખાવુ જોઈએ. જો આપણે ખાવાનો મેળ-જોડ યોગ્ય નહી રાખીએ અને બેઢંગા રીતે જે મળી ગયુ તે ખાઈ લઈશુ તો આપણા શરીરને કોઈ પણ ફાયદો નહી કરે. જાણો આવો જાણીએ કે આપણું આયુર્વેદ આપણને કયા કયા આહારને એકસાથે ખાવાની ના પાડે છે.
 
ખાવાની સાથે ફળ કે ત્યારબાદ ફળ પેટ અને આંતરડા દ્વારા ખૂબ જલ્દી શોષિત થઈ જાય છે. જ્યારે આપણે ફળને અનાજ મીટ કે સૂકા પદાર્થ સાથે ખાઈએ છીએ તો આ પેટમાં લાંબા સમય સુધી પડી રહે છે અને સડવા લાગે છે કે તેમા ખમીર ઉઠવા લાગે છે. આ ક્રિયા આંતરડાની દિવાલોને ડેમેજ કરે છે અને અન્ય બીમારીઓ પેદા કરે છે.
 
ખોરાક અને પાણી/જ્યુસ - ખાવાની સાથે પાણી ક્યારેય ન પીવુ જોઈએ. પાણી પેટના એસિડની શક્તિને ઓછી કરી નાખે છે. જેનાથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફૈટ સારી રીતે પચતા નથી. તેથી કાયમ ભોજન કરવાના 10 મિનિટ પછી જ પાણી પીવો.
 
કોલ્ડ્રિંક અને મિંટ (ફુદીના) - કોલ્ડડ્રિંક પીધા પછી મિંટ ચ્વિંગમ કે મિંટ યુક્ત પાન મસાલા વગેરે બિલકુલ ન ખાશો. આ બંનેને મિક્સકરવાથી સાઈનાઈડ બને છે જે એક પ્રકારનુ ઝેર હોય છે.
 
બટાકા અને ટામેટા - ટામેટામાં એસિડ હોય છે જે સ્ટાર્ચ યુક્ત આહાર જેવા કે ચોખા કે બટાકા ખાતા પેટમાં ગેસ અને પેટની અન્ય તકલીફો થાય છે.
 
બરગર અને ફ્રાઈઝ અતિ કરતા વધુ બાફેલો આહાર અને હાઈ લેવલના વસા, પ્રિઝર્વેટિવ અને અન્ય કેમિકલ મેળવેલો આહાર એકસાથે ખાતા ચારકોલ જેવો તત્વ બની જાય છે. પછી જ્યારે આ આલુની ફ્રાઈઝ સાથે મિક્સ હોય છે ત્યારે શરીરમાં સોજો પેદા થાય છે અને એંજિંગ પ્રોસેસ શરૂ થઈ જાય છે.
 
ડુંગળી અને દૂધ - ડુંગળી સાથે દૂધનુ સેવન કરવાથી અનેક પ્રકારની ત્વચાના રોજ જેવા કે દાદ, ખાજ, ખુજલી, એક્ઝિમા, સોરાઈસિસ વગેરે થવાની શક્યતા રહે છે.
 
દહી સાથે પરાઠા - દહી સાથે પરાઠા કે અન્ય તળેલી શેકેલી વસ્તુઓ લેવાથી દહી ફૈટના પાચનમાં અવરોધ ઉભો કરે છે. તેનાથી ફૈટ્સ દ્વારા મળનારી એનર્જી શરીરને મળી શકતી નથી.
 
પશુ પ્રોટીન અને સ્ટાર્ચ 
આ બંનેનું એકસાથે સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યા, બેચેની અને પેટ ફૂલવા વગેરેની સમસ્યા થઈશકે છે.