1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 27 માર્ચ 2025 (11:42 IST)

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

ગરમીમાં દહી જલ્દી ખાટુ થઈ જાય છે તેનાથી તેનો સ્વાદ ખરાબ થઈ શકે છે પણ કેટલીક સહેલી ટીપ્સ અપનાવીને તમે તેને લાંબા સમય સુધી તાજુ રાખી શકો છો. આવો જાણીએ આવી સહેલી ટિપ્સ જેનાથી દહી ગરમીમા પણ સ્વાદિષ્ટ બની રહેશે. 
 
ગરમીમા દિવસની સરખામણીમાં રાતનુ તાપમાન ઓછુ હોય છે. જો તમે રાત્રે દહી જમાવો છો તો આ યોગ્ય રીતે સેટ થઈ જાય છે અને જલ્દી ખાટુ થતુ નથી.  
 
જ્યારે દૂધ ઉકાળો તો તેમા થોડી ખાંડ મિક્સ કરી દો. તેનાથી દહીનો સ્વાદ સંતુલિત રહેશે અને તે વધુ સમય સુધી તાજુ રહેશે. ખાંડ નાખવાથી દહી જલ્દી ખાટુ થતુ નથી. 
 
દહી જમાવવા માટે દૂધ ન તો વધુ ગરમ હોવુ જોઈએ કે ન તો વધુ ઠંડુ હોવુ જોઈએ. સાધારણ કુણુ દૂધ સૌથી શ્રેષ્ઠ રહે છે. તેનાથી દહી જલ્દી અને યોગ્ય રીતે જામે છે.  
 
જો તમે વધુ જામવણ નાખો છો તો દહી જલ્દી ખાટુ થઈ શકે છે. ઓછી માત્રામાં જામવણ નાખવાથી દહીનો સ્વાદ હળવો અને તાજો બન્યો રહે છે.   
દહી જામ્યા પછી તરત જ ઠંડા સ્થાન કે ફ્રિજમાં મુકો. તેનાથી આ વધુ સમય સુધી તાજુ બન્યુ રહેશે અને ખાટુ ઓછુ લાગશે. 
 
માટીના વાસણમાં દહી જમાવવાથી આ વધુ સમય સુધી તાજુ રહે છે. આ વાસણની નમીને નિયંત્રિત કરે છે અને દહીને ઠંડુ બનાવી રાખે છે. 
 
આ સહેલી અને સટીક ટિપ્સ અપનાવીને તમે ગરમીમાં પણ દહીને તાજુ અને સ્વાદિષ્ટ બનાવી રાખી શકો છો. તેના જલ્દી ખાટા થવાની ચિંતા કર્યા વગર હવે દરેક ઋતુમાં દહીનો ભરપૂર આનંદ લો.