1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: સોમવાર, 19 ડિસેમ્બર 2022 (12:39 IST)

ફ્લશમાં હોય છે એક મોટુ અને એમ નાનુ બટન, શું તમને ખબર છે તેનો લૉજિક

toilet
Toilet flush has one large and one small button: બદલાતી ટેકનીક અને ડિઝાઈનના આ સમયમાં બાકી સામાનની રીતે હવે વાશરૂમમાં પણ નવા જમાનાની માર્ડન ફિટિંગ્સની એંટ્રી થઈ ગઈ છે. તેથી તમે તમારા ઘરથી લઈને મોટી-મોટી જગ્યામાં ઘણા પ્રકારના ટૉયલેટ ફ્લશ (Flush) જોયા હશે. આ વચ્ચે એક થોડા જૂના પરંતુ ખૂબ જ ખાસ સસ્તા, સુંદર અને ટકાઉ ફ્લશ વિશે વાત કરીએ તો, તમે કેટલીક જગ્યાએ આવા ફ્લશ જોયા હશે જેમાં મોટા અને નાના બટન હોય છે. જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ખરેખર, ઘણા લોકો આ સામાન્ય પ્રશ્નમાં છુપાયેલ ઊંડાણને જાણતા નથી, તો આજે અમે તમને જણાવીશું કે આવું કેમ થાય છે?
 
 
અસાધારણ અને ખૂબ ખાસ છે કારણ 
હકીકતમાં આજના સમયમના ઘણા માર્ડન ટોયલેટ ફલ્શમાં બે પ્રકારના લીવર એટલે કે બટન હોય છે. આ બન્ને બટક એક એક્જિટ વાલ્વથી સંકળાયેલા હોય છે. એક સ્ટડી મુજબ જ્યારે તમે મોટુ બટન પ્રેશ કરો છો તો એક વારમાં આશરે 6 લીટર પાણી નીકળે છે તેમજ જ્યારે નાના ફ્લશ બટન દબાવીએ છે તો તીવ્ર સ્પીડથી આશરે 3 લીટર પાણી જ વહે છે. એટલે કે સાફ છે કે આ ડ્યુલ ફ્લશથી પાણીની બચત સરળતાથી થઈ જાય છે. 
 
એક વર્ષમાં આટલી બચત 
એક શોધના પરિણામના મુજબ જો બે લોકોની એક ન્યુક્લિયર ફેમિલી તેમના ઘરે સિંગલ ફ્લશની જગ્યા  Dual Flushing અજમાવીએ તો આખુ વર્ષમાં આશરે 20 હજાર લીટર પાણીની બચત થઈ શકે છે.