સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (11:14 IST)

વિદ્યાર્થિની સાથે ટોયલેટમાં બળાત્કાર, શાળાના શૌચાલયમાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર

દિલ્હીની એક શાળામાં 1 વર્ષની બાળકી સાથે ટોયલેટમાં લઈ જઈને દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈને અત્યારે મહિલા આયોગએ પોલીસ અને શાળાને નોટિસ રજૂ કરી નાખ્યો છે. નોટિસમાં શાળાથી પૂછાયુ કે અત્યાર સુધી કાર્યવાહી શા માટે નથી કરાઈ. તેમજ એફઆઈઆરની કૉપી સાથે લોકોની ધરપકડથી સંબંધિત સવાલ પણ પોલીસથી પૂછાયા છે. 
 
ચોંકાવનારી વાત આ છે કે તેમની સાથે થઈ આ ઘટનાની જાણકારી વિદ્યાર્થીનીએ શાળાની એક ટીચને આપી હતી. ટીચરએ મામલાને સામે લાવાની જગ્યા બાળકીને જ ચુપ રહેવા માટે કહ્યુ. મહિલા આયોગની ચેયરપર્સન સ્વાતિ માલીવાલએ પોલીસ અને શાળાથી આ સવાલ પણ કર્યુ કે શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી કેમ ન કરાઈ. 
 
આ આખી ઘટના જુલાઈમાં દિલ્હીના કેંદ્રીય વિદ્યાલતમાં થઈ હતી. અહીં પર 11 વર્ષની બાળકીને શાળાના ટૉયલેટમાં લઈને 2 સીનિયર વિદ્યાર્થીઓએ દુષ્કર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે વિદ્યાર્થીની તેમની ક્લાસમાં જઈ રહી હતી ત્યારે 11મા અને 12મા ક્લાસના છોકરાઓથી ટકરાવી ગઈ. તેણે તેમના સીનિયર્સથી માફી પણ માંગી પણ તે બન્ને વિદ્યાર્થી તેમની સાથે અભદ્રતા કરવા લાગ્યા. આ પણ જણાવી રહ્યુ છે કે તે બન્નેએ બાળકીને ટોયલેટમાં લઈ જઈને બંદ કરીને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. બાળકીએ ઘટના બાદ તરત જ તેના શિક્ષકને આ વિશે જાણ કરી પરંતુ શિક્ષકે તેને ચૂપ રહેવાની સલાહ આપી.
(Edited BY- Monica Sahu)