ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (17:51 IST)

Surat Crime - સૂરતમાં યુવકની કરપીણ હત્યા, બે ભાઈઓની ધરપકડ

સુરતના સગરામપુરા વિસ્તારમાં ગત શુક્રવારે રાત્રે થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. બે ભાઈઓએ મળી એક યુવકની જાહેરમાં એક પછી એક ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરાતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જે રીતે આ હત્યા કરી રહ્યા છે તેને જોતા બંને ભાઈઓને પોલીસનો કોઈ ડર જ ના હોય તેવું જણાઈ આવી રહ્યું છે. સીસીટીવી સામે આવતા બંને હત્યારાઓએ પોલીસની પેટ્રોલીંગ અને પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે સીસીટીવીના આધારે માંડ માંડ હત્યા કરનાર મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે સગા ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
સુરતના સગરામપુરા લોહાર મહોલ્લામાં આલિશાન મંઝિલ નામની ઈમારતમાં રહેતાં સાજીદ રહેમાન શેખ નામના 39 વર્ષિય યુવકની આજ વિસ્તારમાં રહેતા મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે ભાઈઓએ જૂની અદાવતમાં ચપ્પુના ઘા અને સળિયા મારીને હત્યા કરી નાખી હતી.10 મહિના અગાઉની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી.સાજીદ રહેમાન શેખ સાથે અગાઉ 10 મહિના પહેલાં હત્યારા બંને ભાઈ સાથે બબાલ થઈ હતી. દરમિયાન શુક્રવારે હત્યારા મહંમદ ઈરફાન શેખ અને તેના ભાઈ મહંમદ સાજીદ શેખ સગરામપુરા સ્થિત તલાવડી ખાતે પોતાની ચાની દુકાનમાં હતા.જ્યા ફરી ઝઘડો થયા બાદ બંને ભાઈઓએ સાજીદ રહેમાન શેખની જાહેરમાં જ હત્યા કરી નાખી હતી.