ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (15:18 IST)

આને કહેવાય નસીબ - ઓટો ડ્રાઈવરે શનિવારે ખરીદી હતી ટિકિટ, રવિવારે લોટરી જીતીને બની ગયો 25 કરોડનો માલિક

won lottary
કહેવત છે કે ઉપરવાલો આપે છે તો છપ્પર ફાડીને આપે છે. કેરળના 30 વર્ષીય કે અનૂપ સાથે આવું જ કંઈક થયું. કે કેરળના તિરુવનંતપુરમના શ્રીવરહમ(Sreevaraham)ના ઓટોરિક્ષા ચાલક અનૂપનું ભાગ્ય આ રીતે બદલાશે કદાચ તેણે વિચાર્યું પણ નહોતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, અનૂપે શનિવારે લોટરીની ટિકિટ ખરીદી અને રવિવારે તે કરોડપતિ બની ગયો.
 
25 કરોડની લાગી લોટરી 
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 25 કરોડની લોટરીના વિજેતા કે. અનૂપની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેની પાસે લોટરીની ટિકિટ ખરીદવાના પણ પૈસા નહોતા. તેના બે વર્ષના પુત્ર અદ્વૈતની પિગી બેંક તોડીને તેણે પૈસા કાઢ્યા અને રાજ્ય સરકારની ઓણમ બમ્પર લોટરીની ટિકિટ ખરીદી.  અનૂપની ટિકિટનો નંબર હતો  TJ750605, જેણે તેનુ નસીબ બદલીને તેને કરોડપતિ બનાવી દીધો છે.  
 
પુત્રનો ગલ્લો તોડીને ટિકિટ ખરીદવામાં માટે કાઢ્યા હતા પૈસા 
 
અનૂપના કહેવા પ્રમાણે, તે ટિકિટ ખરીદવા માંગતો હતો. પરંતુ 500 ઓછા પડી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેણે પુત્રની પિગી બેંક તોડીને પૈસા કાઢીલીધા હતા અને લોટરી એજન્સીમાંથી ટિકિટ ખરીદી હતી. મળતી માહિતી મુજબ, અનૂપનો એક સંબંધી પણ લોટરી એજન્ટ છે, પરંતુ તેણે એજન્સીમાંથી જ ટિકિટ ખરીદવાનું યોગ્ય માન્યું. અનૂપે કહ્યું કે તે પોતાના લોટરી નંબરથી ખુશ નહોતો. પરંતુ જ્યારે તેની પત્ની માયાએ તેને આ સમાચાર આપ્યા ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયો.
 
મુશ્કેલભર્યુ જીવન 
 
અનૂપનું અત્યાર સુધીનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું. અગાઉ  રસોડામાં ભોજન રાંધવાનું કામ કરતો હતો, પરંતુ તેમાંથી તેને વધારે કમાણી થતી ન હતી. પરિવારના ભરણપોષણ માટે તેણે ઓટોરિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. અનૂપે જણાવ્યું કે તેને મલેશિયામાં રસોઈયાની નોકરી મળી છે અને આવતા અઠવાડિયે વિઝા આવવાના હતા. આ સમય દરમિયાન તેણે લોટરીની ટિકિટ ખરીદવાનું મન બનાવ્યું.
 
બેંક લોન લેવાની ના પાડી 
 
અનૂપે જણાવ્યું કે તેણે એક સહકારી બેંકમાં 3 લાખ રૂપિયાની લોન માટે અરજી કરી હતી. તેમને જાણ કરવામાં આવી હતી કે તેમની અરજી મંજૂર કરવામાં આવી છે પરંતુ અનૂપે જવાબ આપ્યો કે તેમને હવે લોન જોઈતી નથી. વાસ્તવમાં, લોટરી જીત્યા પછી, અનૂપને ટેક્સ વગેરે બાદ 15.75 કરોડ રૂપિયા મળશે.