1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 18 સપ્ટેમ્બર 2022 (17:08 IST)

મિત્રો સાથે પત્ની પર દુષ્કર્મ બાદ હત્યા

જીવનસાથી જ જ્યારે સાથ છોડી જાય તો શું થાય આવુ જ એક બનાવ જામકંડોરણાની વાડીમાં રહીને મજૂરી કામ કરતી આદીવાસી મહિલા સાથે થયો. તેને માથામાં ગંભીર ઈજા સાથે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં સારવાર દરમિયાન તેની મોત થઈ ગઈ. પતિએ તેમના જ મિત્રો સાથે મળીને પત્ની ઉપર સામૂહિક  દુષ્કર્મ આચર્યું હતું અને પત્નીના માથાના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. દુષ્કર્મ આચર્યા બાદ બબાલ થતા પતિએ પત્નીને મોતને ઘાટને ઉતારી દીધી હતી. હાલ પતિ સહિત ત્રણ આરોપીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. 
 
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના બાવાની ગામના દલકીબેનના લગ્ન કિશન બામણીયા સાથે થયા હતા. તેમને સંતાનમાં 2 દીકરી અને 3 દીકરા છે. ગત રોજ દલકી કિશન બામણીયાને માથામાં ગંભીર ઇજા થતાં તેમને બેભાન હાલતમાં જામકંડોરણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. 
 
પરિવારજનોએ વ્યક્ત કરી શંકા
જે બાદ મહિલાના પરિવારજનોએ પતિએ દલકીબેનની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેના કારણે પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડ્યો હતો અને પતિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.