શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (18:54 IST)

હિટ એંડ રન ઘટનાનો CCTV દ્વારા ખુલાસો, અકસ્માત નહી પણ હત્યા

road accident
જૂનાગઢમાં ચાર દિવસ પૂર્વે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં નવો વળાંક આવ્યો છે.  આરોપીએ કારની ટક્કર મારી હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે.  ચાર દિવસ પહેલાં જૂનાગઢના સુખનાથ ચોક પાસે હસીનાબેન પગે ચાલીને પસાર થઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી આવેલા એક કારચાલકે જોરદારની ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જૂનાગઢના સુખનાથ ચોક પાસે હનુમાન ગલીમાં રહેતાં મૃતક મહિલાના ભાઈ રફીકભાઈ અલ્લારખા ચૌહાણ ગામેતીએ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
 
આ રીતે થયો ખુલાસો -   પોલીસે બનાવ શંકાસ્પદ લાગતા આ વિસ્તારના સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં એક સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ હતી. પોલીસ કારના નંબરના આધારે કારના ચાલક સુધી પહોંચી હતી.