રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (11:10 IST)

અમદાવાદના રાણીપમાં પતિ, સાસુ-સસરા ઘરકામ બાબતે પટ્ટાથી મારતા હોવાથી ત્રાસી મહિલાનો આપઘાત

અમદાવાદના ન્યૂ રાણીપમાં પતિ, સાસુ-સસરા ઘરખર્ચ અને ઘરકામ બાબતે પટ્ટાથી માર મારતા હોવાથી કંટાળી જઈ મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મહિલાના પિતાએ પતિ, સસરા-સાસુ વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.પોલીસ ફરિયાદ અનુસાર મહેસાણાના અંબાલાલ પટેલની દીકરી પિન્કીબેન ઉર્ફે ભારતીબેનનાં લગ્ન 2008માં દર્શનકુમાર પટેલ સાથે થયા હતા.

લગ્ન બાદ પિન્કીબેન પતિ, સાસુ શકરીબેન, સસરા કાંતિલાલ, બે દીકરા સાથે ન્યૂ-રાણીપની તિરુપતિ સોસાયટીમાં રહેતા હતા. લગ્નના ત્રીજા જ દિવસે જ્યારે અંબાલાલ દીકરી પિન્કીબેનને તેડવા 50 માણસો સાથે તેની સાસરીમાં ગયા હતા. આથી જમાઈ દર્શનકુમાર, સાસુ-સસરા, બે નણંદ અંબાલાલના ઘરે જઈ આણામાં વધારે લોકો આવ્યા હોવાનું કહી 20 માણસના જમવાના ડિશના 1 હજાર આપવા પડશે તેમ કહ્યું હતું.અંબાલાલે પૈસા આપ્યા પણ હતા. તે વખતે બોલવાનું થતા કાંતિલાલ-દર્શનકુમારને ખોટું લાગતા તેઓ 6 મહિના સુધી પિન્કીને લેવા આવ્યા ન હતા. 6 મહિના પછી પિન્કીબહેનને ે લઈ ગયા બાદ ઘરકામ, ઘરખર્ચ બાબતે પતિ, સાસુ-સસરા પટ્ટાથી મારતાં હતાં. આથી કંટાળી પિન્કીબહેને 25 જૂને સાસરીના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગભગ 2 વર્ષ પહેલાં પિન્કીએ પિતાને ફોન કરીને કહ્યું હતું કે, પપ્પા તમે મને આવીને લઈ જાવ. આ લોકો નાની નાની વાતમાં મને પટ્ટાથી માર મારે છે અને બહુ જ ત્રાસ આપે છે. ત્યારબાદ બંને કુટુંબના આગેવાનો ભેગા થતાં પતિ, સાસુ અને સસરાએ પિન્કીબેનનેને હેરાન ન કરવાની બાંયધરી આપી હતી.