સંબંધિત સમાચાર
- અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરાયો
- સફાઈકામદારો દ્વારા ફિનાઇલ પીને આત્મવિલોપનનો પ્રયાસ
- અમદાવાદમાં રહેતા શહિદ જવાનના પિતાએ કુરીયરથી મોકલેલું શૌર્ય ચક્ર પરત મોકલ્યું
- અમદાવાદમાં વૃદ્ધે બાળકી સાથે લિફ્ટમાં અડપલાં કર્યાં, પોલીસે ધરપકડ કરી
- મહામારી પછીનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો અમદાવાદમાં શરૂ, ટુરિઝમ બઝારને મળશે વેગ
અમદાવાદમાં સગીરા સાથે બે મહિનામાં 6 વખત દુષ્કર્મ, યુવકે મિત્રના ઘરે લઈ જઈ હવસનો શિકાર બનાવી
અમદાવાદ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સગીરા પર છ વખત દુષ્કર્મ કરવા અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે પવન ખટીક નામના એક શખ્સની ધરપકડ કરી છે.રામોલના સીટીએમ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે તેના ઘરની સામેની દુકાનમાં જ કામ કરતા એક યુવકે એક કે બે વખત નહી પણ છેલ્લા બે મહિનામાં છ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
સગીરાના પિતા કામ ધંધે ગયા હતા અને બપોરના સમયે પરિવારજનો ઉંઘતા હતા ત્યારે સગીરા તેના ઘરે હતી નહી. જેથી પરિવારજનોએ આસપાસ અને સગા સબંધીઓ પાસે તપાસ કરતા સગીરા મળી નહોતી. જેને પગલે સગીરાના પિતાએ રામોલ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ત્યાર બાદ પોલીસે તપાસ કરતા સગીરા એક યુવક સાથે મળી આવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે, તેના ઘરની સામે કામ કરતા યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું છે. છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે અને તેના મિત્રના ઘરે લઈ જઇને સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે સમગ્ર મામલે રામોલ પોલીસ આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ સગીરા સાથે બે મહિનામાં છ વખત દુષ્કર્મ કર્યું, તે ઉપરાંત અગાઉ પણ આ રીતે આ સગીરા સાથે અથવા અન્ય કોઈ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.બાળકોને સાચવવા તેમજ અજાણ્યા વ્યક્તિઓની સંગતમાં ન આવે તે પ્રમાણે બાળકને સમજાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોતાનું બાળક સુરક્ષિત રહે તે માટે બાળકને કઈ રીતે તૈયાર કરવામાં આવે તે અંગે વાલી દ્વારા પ્રયાસ કરવામાં આવે તેમ પોલીસ જણાવી રહી છે.
ये भी पढ़ें
