શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ઘરની શોભા
Written By વેબ દુનિયા|

ઘરને શણગારવા માટેની જરૂરી ટીપ્સ

N.D
- દિવાલને એથનિક લુક આપવા માંગતા હોય તો પોતાની કોઈ જુની ભારે વર્કવાળી સાડીને કાપીને ફ્રેમ કરાવીને દિવાલ પર લગાવી દો.

- લાઈનીંગવાળા પડદા લગાવો. ઉભી લાઈનવાળા પડદા રૂમને આકર્ષક લુક આપે છે. પડદાનો રંગ દિવાલો અને ફર્નીચરની સાથે મેચ થતો હોય તેવો લેવો.

- આજકાલ બજારમાં ખુબ જ સુંદર આકર્ષક ડિઝાઈનવાળા લેમ્પ મળે છે. તેનો ઉપયોગ તમારા ઘરને એકદમ નવો જ લુક આપશે.

- જો સામાન રાખવા માટે કેબિનેટ બનાવવાના ખર્ચને પહોચીવળાય તેમ ન હોય તો લાકડી અને કાંચના શેલ્ફ બનાવી દો. આનો વધુ પડતો ખર્ચ પણ નથી થતો અને દેખાય પણ છે સુંદર.

- લેમિનેટેડ ફ્લોરિંગનો ઉપયોગ કરો. તે સાફ કરવા માટે એકદમ સરળ અને ટકાઉ પણ હોય છે.