શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

ઘરેલુ ઉપાય - ઘરની સ્વચ્છતા જાળવવા અપનાવી જુઓ આ ઘરેલુ ઉપાયો

- ચોખા બફાય જવા આવે એટલે તેમાં લીંબુના રસના થોડા ટીપાં નાખવાથી ભાતનો દાણોનો છૂટો થશે

- બાથરૂમના અરીસા પર ગરમ પાણીના કારણે ઘૂંધળાશ છવાઇ જતી હોય છે. તેને દૂર કરવા થોડું શેવિંગ ક્રીમ રગડી સ્વચ્છ કપડાંથી લૂછી નાખવું.

- બુકશેલ્ફને ઊધઇથી બચાવવા તેમાં ચંદનનો એક ટુકડો રાખવો.

- પાળેલા જાનવરોની જગ્યા પર એક ખાસ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે તેને દૂર કરવા તે સ્થાન પર બેકિંગ સોડા ભભરાવવો.  થોડી વાર રહી સાફ કરવું.

- વેનિલા એસન્સને રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંની ખાદ્યપદાર્થની વાસ દૂર થાય છે.

- પ્લાસ્ટિક પરથી ગ્રીસ કે તેલના ડાઘ દૂર કરવા પેટ્રોલિયમ જેલી આંગળીઓ પર લઇ ડાઘા પર રગડવાથી ડાઘા દૂર થશે.