1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ઘરની શોભા
Written By નઇ દુનિયા|

ચોમાસામાં આટલુ ધ્યાન રાખો

N.D
વીજળીના જે ઉપકરણ કામમાં નથી આવી રહ્યા તેમને પ્લગ કાઢીને મુકી દો. ઘણીવાર સ્વિચ ઓફ હોવા છતા વરસાદમાં કરંટ લાગે છે.

જે અગાશી પર પાણી ટપકવાની આશંકા હોય અથવા તિરાડ પડી હોય તો તેને ઠીક કરાવી લો.

પહેરવા માટે સિંથેટિક કપડાં કાઢી લો, કોટન કે જાડા કપડાં મુકી દો

તમારી છત્રી, રેઈનકોટને વગેરે બહાર કાઢી મુકો, જરૂરી હોય તો તેને રિપેયર પણ કરાવી લો.

ચોમાસામાં જાડા રૂંવાટીવાળા ટુવાલને બદલે પાતળા જલ્દી સુકાય જાય તેવા ટુવાલનો ઉપયોગ કરો.

ઘઉ, ચોખા, વગેરેને બે-ત્રણ મહિના માટે અંદાજથી બહાર કાઢી લો. બાકી અનાજને સારી રીતે ભેજ ન જાય એ રીતે પેક કરી દો. વરસાદમાં તેને ખોલશો નહી, કારણ કે હવા લાગી જશે તો અનાજમાં કીડા પડશે.

અથાણાં પણ નાનકડી બાટલીમાં કાઢીને બાકીનુ અથાણું એવી જગ્યાએ મુકો જ્યા વરસાદની હવા ન લાગે.

લોખંડની ખુરશીઓ તેમજ અન્ય સામાનને તેલ લગાવી દો.

ઘરના અંધારા ખૂણામાં કીટનાશક દવા છાંટી દો. કારણ કે આવા સ્થાનમાં કીડા કે ઉધઈ લાગી જાય છે.

પુસ્તકોના જે કબાટમાં ભેજ લાગવાની આશંકા હોય તેને દિવાલથી દૂર કરી દો. જે પુસ્તકો કામમાં ન આવતી હોય તેને પ્લાસ્ટિકની થેલીમાં મુકી દો.

વીજળીના તાર વગેરે દિવાલને અડી રહ્યા હોય તો તેને પેક કરાવી દો. વરસાદનુ પાણી પડવાથી તે ખતરનાક થઈ શકે છે.

સીડી, રિમોટ કંટ્રોલ વગેરેને પ્લાસ્ટિકથી કવર કરો જેથી તેની ઈલેક્ટ્રોનિક પ્લેટમાં નમી ન આવે.

બહારના દરવાજા અને બારીઓને પેંટ કરાવી દો. આવુ કરવાથી વરસાદનો પ્રભાવ ઓછો પડશે. જો પેંટ ન કરાવી શકો તો તેના પર તેલ લગાવી દો. જેથી કરીને દરવાજા-બારી વરસાદમાં ફૂલીને ખરાબ ન થઈ જાય.

ચોમાસાના દિવસોમાં જે પડદાંઓની જરૂર ન હોય તેને જુદા કરી મુકો. કારણ કે ચોમાસામાં જીવ-જંતુ, કીડી-મકોડા, ગરોળી વગેરે આ પડદામાં જ સંતાઈને બેસે છે.

ચોમાસામાં જે વાસણો કે કપડાં કામમા ન આવતા હોય તેને બાંધીને પેક કરીને મુકી દો, જેથી તેમા ફંગસ ન પડે.