શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ઘરની શોભા
Written By વેબ દુનિયા|

મુખ્ય દ્વારની આસપાસ શું હોવું જોઈએ

N.D
મુખ્ય દ્વારની સામે દિવાલ પર દર્પણ હોવું જોઈએ નહિ કેમકે તેનાથી સકારાત્મક ઉર્જા પ્રતિબિંબિત થઈને પાછી જતી રહે છે.

-મુખ્ય દ્વારની સામેથી કોઈ પણ રસ્તો ન જતો હોવો જોઈએ. જો આવું હોય તો તમારા ઘરની મુખ્ય દ્વારની દિશા બદલી દો કે પછી તમે તમારા ઘરના મુખ્ય દ્વારની ઉપર પાકુઆ દર્પણ પણ લગાવી શકો છો.

-પાકુઆ દર્પણની અષ્ટભુજીય આકૃતિ હોય છે જેની વચ્ચે કોનવેક્સ કે કોનકેવ દર્પણ હોય છે. આને હંમેશા ઘરની બહારની તરફ લટકાવવું જોઈએ. એક વાતનું ધ્યાન રાખવું કે પા કુઆ દર્પણ ઘરની અંદર નહિ બહારની તરફ મોઢુ કરેલ હોવું જોઈએ.

-મુખ્ય દ્વારની આગળ કોઈ પણ ઝાડ, દિવાલ કે રૂકાવટ ન હોવી જોઈએ.

-મુખ્ય દ્વારની સામે અંદરની તરફ કે બહારની તરફ કોઈ શૌચાલય ન હોવું જોઈએ. તેની બગલમાં પણ શૌચાલય ન હોવું જોઈએ.

-શૌચાલય નકારાત્મક ઉર્જા પ્રવાહિત કરે છે જે મુખ્ય દ્વારથી આવતી સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. તેને માટે શૌચાલયનો દ્વાર મુખ્ય દ્વારની સામે ન ખોલતાં કોઈ અન્ય દિશા તરફ ખોલી શકો છો.