રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. સ્વતંત્રતા દિવસ 08
Written By નઇ દુનિયા|

ચમકતા ટાપુઓનો દેશ

N.D
આજે ગ્રામીણ બજારના તમામ નાના-મોટા ઉદ્યોગોએ પોતાની તરફ વધુ આકર્ષિત કરી રહ્યો છે. પરંતુ રોકાણના આ પ્રવાહ હોવા છતા આધારભૂત સુવિદ્યાઓના અભાવને જોતા ગ્રામીણ વસ્તીને ગામમાંજ રોકીને સુખ મેળવવુ મુશ્કેલ છે. શહેરનો વિસ્તાર,જે ઈસ. 2000મં કુલ જનસંખ્યાના 28 ટકા હતો, તે 2020માં વધીને 40 ટકા થઈ જશે. તમામ વિકાશ દેશના 60-70 મોટા નગરોની આજુ-બાજુ કેન્દ્રીત હશે.

આ નગરો મહાનગરો, ચમકતા ભારતનુ પ્રતિબિંબ હશે. આધુનિકતાના પર્યાય રૂપે દરેક એશો આરામ અહીં મળી રહેશે. અહી પૈસો હશે અને પૈસાથી ખરીદી શકાતી દરેક વસ્તુ જે દુનિયાના કોઈ પણ શહેરમાં પૈસાથી ખરીદી શકાય છે. વિશ્વ બજારમાં કોઈ લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટનું ભવિષ્ય મોટા ભાગે ભારતીય બજારમાં તેને મળનારા પ્રતિસાદ પર આધારિત હશે.

આજે મોટા શહેરોમાં ખરીદીનો ઢંગ ઝડપથી બદલાઈ રહ્યો છે. રિટેલ બજારમાં સંગઠિત ક્ષેત્રોના વધતા પગલાંએ શાકભાજીથી લઈને પગરખાં અને કપડાઓથી લઈને કરિયાણાની દરેક વસ્તુ ખરીદવાની પ્રક્રિયા બદલી નાખી છે. શોપિંગ મૉલ્સ અને સુપર માર્કેટ્સ આજે નના શહેરો અને ગામડાંઓની તરફ જે પગલા માંડી રહ્યા છે તે 2020 સુધી ઘણા આગળ વધી ગયા હશે. સંગઠિત ક્ષેત્રોના રિટેલ સ્ટોર્સ કોઈ ગામનુ વિભાગ બનનારી પહેલ-વહેલી જાહેરાત કરતા જોવા મળશે. મહાનગર ગયેલા પુત્રને જે વસ્તુ જેટલી સરળતાથી મળી જશે, તે ગામમાં રહેતા માતા-પિતાને પણ એટલી જ સરળતાથી મળી રહેશે.