શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. સ્વતંત્રતા દિવસ
Written By વેબ દુનિયા|

નિયતિ જોડે સામનો - નહેરુનું ભાષણ

ઘણાં વર્ષો થયા આપણે ભાગ્ય સાથે એક સોદો કર્યો હતો, અને હવે આપણી પ્રતિજ્ઞા પૂરી કરવાનો સમય આવી ગયો છે. પૂરી રીતે અથવા જેટલી જોઈએ તેટલી તો નહી તો પણ મોટાભાગ સુધી, જ્યારે રાતના ટકોરા પડશે, ત્યારે આખી દુનિયા તો ઉંઘતી હશે, તે સમયે ભારત જાગીને જીવન અને સ્વતંત્રતા મેળવશે. એક એવી ક્ષણ છે જે ઈતિહાસમાં વારંવાર નથી આવતી. જ્યારે આપણે જુનુ છોડીને નવા જીવનમાં પગ મૂકીએ છીએ. અને આ સમયે એક યુગનો અંત થાય છે, જ્યારે રાષ્ટ્રની લાંબા સમય સુધી કચડાયેલી આત્માનો ઉદ્ધાર થાય છે.

આ સારું છે કે આ નાજુક સમયે આપણે ભારત માટે, કે તેમાં રહેતા લોકોના હિત માટે અને તેનાથી પણ વધુ માનવતાના હિત માટે સેવા અર્પણ કરવાના સોંગધ લઈએ.

ઈતિહાસના અરુણોદયમાં ભારતે પોતાની અનંત શોધ શરુ કરી, મુશ્કેલ શિયાળા, તેના ઉદ્યોગ, તેની અપાર સફળતા અને તેની અસફળતાઓથી ભરેલા મળશે. સારા દિવસો રહ્યા હોય કે ખરાબ, તેણે આ શોધને આંખોથી દૂર નથી થવા દીધી. ન તો એ આદર્શોને ભૂલાવ્યા, જેમનાથી તેણે શક્તિ મેળવી. આજે આપણે દુર્ભાગ્યની આ અવધિને પૂરી કરી છે અને ભારતે પોતાને ફરી એક વાર પોતાની ઓળખાણ મેળવી છે. જે કિર્તિ પર આપણે આજે આનંદ મેળવી રહ્યા છે. તે વધુ મોટી કીર્તી અને મળનારી જીતની દિશામાં હજુ એક જ પગલું આગળ છે અને વધુ અવસર આગળ મળવાના છે. આ અવસરને પ્રાપ્ત કરવા અને ભવિષ્યના પડકારોનો સ્વીકાર કરવા માટે શું આપણામાં એટલું સાહસ અને બુધ્ધિ છે ?

સ્વતંત્રતા અને શક્તિ જવાબદારી પણ લાવે છે. તે જવાબદારી આ સભા પર છે. જે ભારતનું પ્રતિનિધિત્વ કરવાવાળી સંપૂર્ણ સત્તાધારી લોકોની સભા છે. સ્વતંત્રતાના જન્મ પહેલાં આપણે પ્રસવની બધી પીડાઓને સહન કરી છે. અને આપણું હૃદય આ દુ:ખની યાદોથી ભરેલું છે. તેમાંથી કેટલીક પીડાઓ તો હજું પણ આપણે અનુભવી રહ્યા છે. તે છતાં ભૂતકાળ પૂરુ થઈ ચૂક્યું છે અને ભવિષ્ય આપણું સ્વાગત કરી રહ્યું છે.

આ ભવિષ્ય આરામ કરવા અને દમ લેવાં નથી, પણ સતત પ્રયત્ન કરવા માટે છે. જેના કારણે આપણે તે પ્રતિજ્ઞાઓને, જેને આપણે એટલીવાર કરી છે, અને આજે પણ કરી રહ્યા છે તેને પૂરી કરી શકીએ. ભારતની સેવા નો મતલબ કરોડો લોકોની સેવા કરવી બરાબર છે. આનો અર્થ દરિદ્રતા અને અજ્ઞાન અને અવસરની વિષમતા નો અંત કરવો છે. અમારી પેઢીના સૌથી મોટા માણસની આ આકાક્ષાં રહી છે કે દરેક આઁખના પ્રત્યેક આઁસૂને લૂછી નાખવામાં આવે. આવુ કરવું તે અમારી શક્તિની બહાર હોઈ શકે છે, પણ જ્યાં સુધી આસુ અને પીડા છે ત્યાં સુધી આપણું કામ પૂરુ નહી થાય.

તેથી આપણે કામ કરવાનું છે અને પરિશ્રમ કરવાનો છે અને સખત પરિશ્રમ કરવાનો છે. જેના કારણે આપણા સપના પૂરા થાય. આ સપના ભારત માટે છે, પણ આ દુનિયા માટે પણ છે. કારણકે આજે દરેક રાષ્ટ્ર એકબીજા સાથે એ રીતે જોડાયેલા છે કે કોઈ પણ એક બીજાથી અલગ થઈને રહેવાની કલ્પના પણ નથી કરી શકતા. શાંતિ માટે તો કહેવાય છે કે તે અવિભાજ્ય છે. સ્વતંત્રતા પણ એવી જ છે. અને હવે સમૃદ્ધિપણ એવી જ છે, અને આ દુનિયામાં, જેના અલગ-અલગ ટુકડાંમાં ભાગલા પાડવા શક્ય નથી, તે સંકટ પણ એવું જ છે.

ભારતના લોકોને જેના આપણે પ્રતિનિધિ છે, તેમને અનુરોધ કરીએ છીએ કે વિશ્વાસ અને નિશ્ચયની સાથે તે અમારી સાથે છે. યહ ક્ષુદ્ર અને વિનાશક આલોચનાનો સમય નથી. અસદ્ભાવના કે બીજા પર આરોપ મૂકવાનો પણ સમય નથી. આ પણે સ્વતંત્ર ભારતની વિશાળ ઈમારતનું નિર્માણ કરવાનું છે, જેમાં આપણા સંતાનો રહી શકે.

મહોદય હું આ પ્રસ્તાવ રજૂ કરવાની આજ્ઞા માંગુ છુ -

'આ નક્કી થાય કે -

1. અડધી રાતના છેલ્લા કલાક પછી, આ અવસર પર હાજર સંવિધાન સભાના બધા સદસ્ય આ સોગંધ લે....

' આ પવિત્ર ક્ષણમાં જ્યારે કે ભારતના લોકોએ દુ:ખ ભોગવીને અને ત્યાગ કરીને સ્વતંત્રતા મેળવી છે, હું જે ભારતની સંવિધાન સભાનો સદસ્ય છુ, સવિનયપૂર્વક ભારત અને તેના રહેવાસીયોની સેવા ના પ્રતિ, પોતાને આ ઉદ્દેશ્યથી અર્પિત કરું છુ કે આ પ્રાચીન ભૂમિ દુનિયામાં પોતાનું યોગ્ય સ્થાન મેળવે અને દુનિયામાં શાંતિ અને મનુષ્ય માત્રના કલ્યાણના માટે પોતાનું સંપૂર્ણ અને ઈચ્છા મુજબ યોગદાન આપે'.

2. જે સદસ્ય આ અવસર પર હાજર નથી તે આ સોંગંધ(એવા શાબ્દિક પરિવર્તનોની સાથે કે જે સભાપતિ નિશ્ચિત કરે) તે સમયે લે જ્યારે તે બીજી વાર આ સભાના અધિવેશનમાં હાજર હોય.

(પ્રકાશન વિભાગમાં પ્રકાશિત પુસ્તક 'જવાહરલાલ નહેરૂના ભાષણ'માંથી આભાર સાથે)