ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (21:56 IST)

75મો સ્વતંત્રતા દિવસ - શુ આપ જાણો છો ક્યા બને છે ભારત દેશનો તિરંગો ? આટલા લોકોની ટીમ કરે છે ઝંડો બનાવવાનુ કામ

આખા દેશમાં આજે 73 માં સ્વતંત્રતા દિવસ(Independence Day) ની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)15 ઓગસ્ટના રોજ ફરી એક વાર દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ 'તિરંગા' લહેરાવશે. પરંતુ શું તમે જાણો છો કે લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, દેશના દરેક સરકારી બિલ્ડિંગમાં, આપણી સેના દ્વારા ફ્લેગ હોસ્ટિંગ સમયે, વિદેશમાં રહેલા ભારતીય દૂતાવાસોમાં લહેરાવવામાં આવતા ઝંડા ક્યા બને છે ?  એ ક્યા હાથ છે, જે દેશની આન, બાન અને શાન કહેવાતા તિરંગા બનાવે છે ? 
 
અહીં બને છે ત્રિરંગો 
કર્ણાટકના હુબલી શહેરના બેંગેરી વિસ્તારમાં સ્થિત કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ (ફેડરેશન) એટલે કે KKGSS રાષ્ટ્રધ્વજ 'ત્રિરંગો' બનાવે છે. KKGSS એ દેશનું એકમાત્ર અધિકૃત રાષ્ટ્રીય ધ્વજ ઉત્પાદન એકમ છે જે ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા પ્રમાણિત છે. એટલે કે તેમના સિવાય અન્ય  કોઈ રાષ્ટ્રધ્વજ નથી બનાવતું. તેને હુબલી યુનિટ પણ કહેવામાં આવે છે.
 
2006 થી સંસ્થા બનાવી રહી છે ત્રિરંગો 
 
KKGSS ની સ્થાપના નવેમ્બર 1957 માં થઈ હતી. તેણે 1982 થી ખાદી બનાવવાની શરૂઆત કરી. 2005–06 માં તેને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) તરફથી સર્ટિફિકેટ મળ્યું અને તેણે રાષ્ટ્રધ્વજ બનાવવાનું શરૂ કર્યું.  દેશમાં જ્યા પણ સત્તાવાર રીતે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યા અહીંથી બનાવેલા ધ્વજ નો સપ્લાય કરવામાં આવે છે. વિદેશમાં રહેલા ઈંડિયન એંબેસીઝ એટલે કે ભારતીય દૂતાવાસો માટે પણ અહીં બનેલા તિરંગા જાય છે. કોઈપણ કુરિયર દ્વારા રાષ્ટ્રીય ધ્વજ KKGSS ઓર્ડર કરીને ખરીદી શકે છે.
 
ટેબલથી લઈને રાષ્ટ્રપતિ ભવન માટે અલગ અલગ આકારના ઝંડા 
Indian national flag Tiranga manufacturing place
 
1- સૌથી નાનો 6: 4 ઇંચ- મીટિંગ અને કોન્ફરન્સમાં ટેબલ પર મુકવામાં આવતો ધ્વજ.
2 - 9: 6 ઇંચ - VVIP કાર માટે
3- 18:12 ઇંચ રાષ્ટ્રપતિના VVIP વિમાન અને ટ્રેન માટે
4- 3: 2 ફૂટ- રૂમમાં ક્રોસ બાર પર દેખાતા ફ્લેગો
5- 5.5: 3 ફુટ - રૂમમાં ક્રોસ બાર પર દેખાનારા ઝંડા 
6- 6: 4 ફુટ - મૃત સૈનિકોના મૃતદેહો અને નાની સરકારી ઇમારતો માટે
7- 9: 6 ફુટ - સંસદ ભવન અને મધ્યમ કદના સરકારી ઇમારતો માટે
8- 12: 8 ફૂટ- ગન કૈરિએજ, લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન માટે 
9– સૌથી મોટો 21:14 ફૂટ - ખૂબ મોટી ઇમારતો માટે
 
રાષ્ટ્રીય ધ્વજ બનાવવો સહેલો નથી 
 
KKGSS માં બનાવેલા રાષ્ટ્રધ્વજની ગુણવત્તા BIS દ્વારા ચેક કરવામાં આવે છે. જો થોડો પણ ડિફેક્ટ દેખાય તો તેને રિજેક્ટ કરવામાં આવે છે. બનનારા તિરંગામાં લગભગ 10 ટકા રિજેક્ટ થાય છે.  દરેક સેક્શન પર કુલ  18 વખત તિરંગાની ક્વોલિટી ચેક કરવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજને કેટલાક માનકો પર ખરા ઉતરવાનુ હોય છે. જેવુ કે -  KVIC અને  BIS દ્વારા નિર્ધારિત રંગના શેડ થી તિરંગાનો શેડ અલગ ન હોવો જોઈએ.   કેસરી, સફેદ અને લીલા કાપડની લંબાઈ અને પહોળાઈમાં થોડો પણ તફાવત હોવો ન જોઈએ, આગળ-પાછળના ભાગ પર અશોક ચક્રની છાપ એક સમાન હોવી જોઈએ. ફ્લેગ કોડ ઓફ ઈંડિયા 2002ની  જોગવાઈ મુજબ ઝંડાની મૈન્યુફેક્ચરિંગમાં રંગ, સાઈઝ કે દોરાને લઈને કોઈપણ પ્રકારનો ડિફેક્ટ એક ગંભીર અપરાધ છે અને આવુ હોય તો દંડ અથવા જેલ કે પછી બંને સજા થઈ શકે છે. 
 
ભારતનો ઝંડો બનાવવા માટે આટલા લોકો કરે છે મહેનત 
 
Indian national flag Tiranga manufacturing place KKGSS ના હેઠળ તિરંગા માટે દોરો બનાવવાથી લઈને ઝંડાની પએકિંગ સુધીમાં લગભગ 250 લોકો કામ કરે છે.  તેમા લગભગ 80-90 ટકા મહિલાઓ છે. તિરંગાને કુલ આટલા ચરણમાં બનાવાય છે. - દોરો બનાવવો, કપડાની સિલાઈ, બ્લીચિંગ અને ડ્રોઈંગ, ચક્રનુ છાપકામ, ત્રણ પટ્ટીઓની સિલાઈ, પ્રેસ કરવી અને ટૉગલિંગ 
 
અન્ય પ્રોડક્ટ પણ બનાવે છે આ સંસ્થા 
 
KKGSS નુ મુખ્ય ઉત્પાદ  રાષ્ટ્રીય ધ્વજ છે. આ ઉપરાંત KKGSS ખાદીના કપડા, ખાદી કાર્પેટ, ખાદી બેગ, ખાદી કેપ્સ, ખાદી બેડશીટ, સાબુ,હાથથી બનાવેલા કાગળ અને પ્રોસેસ્ડ મધ પણ બનાવે છે.