પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારત ફક્ત એક જ શબ્દ નથી. સંકલ્પ બની ગયો છે. હું માનું છું કે તેની સામે ઘણી ચેતવણી છે પરંતુ દેશના કરોડો
નાગરિકો તેને પૂર્ણ કરવાનો સંકલ્પ લે તો આ કામ બિલકુલ કઠિન નથી. આઝાદ ભારતની માનસિકતા વોકલ ફોર લોકલ હોવી જોઈએ. આખરે ક્યાં સુધી
આપણા દેશમાંથી ગયેલો કાચો માલ, ફિનિશ્ડ પ્રોડ્કટ બનીને ભારતમાં પરત આવતી રહે. આત્મનિર્ભર ભારતનો મતલબ ફક્ત આયાત ઓછું કરવાની નથી,
આપણી ક્ષમતા, આપણી ક્રિએટિવિટી અને આપણી સ્કિલ્સને આગળ લઈ જવાની પણ છે.
- આત્મનિર્ભર ભારતનો મતલબ માત્ર આયાત ઓછી કરવાનો જ નથી, આપણી ક્ષમતા, આપણી ક્રિએટિવિટી, આપણી સ્કિલ્સને વધારવાની છે: PM મોદી