પીએમ મોદીએ અયોધ્યામાં પારિજાતનો છોડ કેમ લગાવ્યો ? જાણો હિન્દુ ધર્મમાં પારિજાતનુ મહત્વ અને લાભ

પીએમ મોદીએ અયોધ્યામાં પારિજાતનો છોડ લગાવીને તેનુ અને અહી બનનારા શ્રી રામ મંદિરનુ મહત્વ પણ દર્શાવ્યુ છે.

parijaat
નવી દિલ્હી| Last Updated: બુધવાર, 5 ઑગસ્ટ 2020 (20:17 IST)
. ભારતના 130 કરોડથી વધુ લોકો માટે બુધવાર 5 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ બની ગયો છે. ખાસ એ માટે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય અને વિશાલ મંદિરની આધારશિલા મુકવા માટે ભૂમિ પૂજન સંપન્ન કર્યુ.
દુલ્હનની જેમ સજાવેલી અયોધ્યાની રંગત આજે ખૂબ જ ખાસ છે
અહી લાખો દીવા પ્રજવલ્લિત કરીને બે દિવસ દિવાળી ઉજવાઈ.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રામ મંદિર ના પરિસરમાં પણ લગાવ્યો છે. આ છોડ કોઈ સામન્ય છોડ નથી. આ છોડ વિશે કહેવાય છે કે પારિજાતનો છોડ દેવરાજ ઈંદ્ર એ સ્વર્ગમાં લગાવ્યો હતો. આ છોડ પર સફેદ રંગના ફુલ આવે છે, જે નાના હોય છે. તેની પર આવનારા ફુલ અન્ય ફુલોથી જુદા હોય છે.
આ ફુલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ ખરી પડે છે.
ઉલ્લેખનીય છે કે પારિજાત ફુલ પશ્ચિમ બંગાળનુ રાજકીય ફુલ પણ છે.

આ વૃક્ષને લઈને હિંદુ ધર્મમાં અનેક પ્રકારની
માન્યતાઓ છે.
જેના મુજબ ધનની દેવી લક્ષ્મીને પારિજાતનુ ફુલ ખૂબ જ પ્રિય છે.

- એવુ કહેવાય છે કે
જો લક્ષ્મીની પૂજા દરમિયાન જો તેમને આ ફુલ ચઢાવવામાં આવે તો તે ખૂબ જ પ્રસન્ન થાય છે.
- પૂજા માટે પારિજાતના એજ ફુલનો ઉપયોગ કરવામાં આવે છે જે જાતે જ ખરીને નીચ પડ્યા હોય , આ ફુલને તોડીને પૂજામા નથી ચઢાવાતા.
- હિંદુ માન્યતા મુજબ પારિજાતના છોડના ફુલો દ્વારા ભગવાન હરિનો શ્રૃંગાર પણ થાય છે. એવુ કહેવાય છે કે દ્વાપર યુગમાં સ્વર્ગમાંથી દેવી સત્યભામા માટે - ભગવાન શ્રીકૃષ્ણ આ છોડને ધરતી પર લાવ્યા હતા.
આ દેવ વૃક્ષ છે.
જે
સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયુ હતુ. 14 રત્નોમાં આ એક વિશિષ્ટ રત્ન રહ્યુ છે.
- એવુ કહેવાય છે કે આ વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી ઈંદ્રલોકની અપ્સરા ઉવર્શીનો થાક મટી જતો હતો.
- પારિજાત ધામ આસ્થાનુ કેંદ્ર છે. શ્રાવણ મહિનામાં અહી શ્રદ્ધાળુઓનો મેળો લાગે છે.

- આ ઔષધીય છોડ હિમાલયની નીચે નીચાણવાળા વિસ્તારમાં જોવા મળે છે. પારિજાતનુ ઝાડ 10થી 15 ફીટ ઊંચુ હોય છે.
જઓ કે ક્યાક ક્યાક તેની ઊંચાઈ 25 થી 30 ફીટ પણ હોય છે. ઉલ્લેખનીય છેકે
પારિજાતની જેમ અહી બનનારુ શ્રી રામ મંદિરનુ પણ પોતાનુ વિશેષ મહત્વ છે.
સોશિયલ મીડિયા પર લોકો બધા દેશવાસીઓને આ દિવસ માટે શુભેચ્છા આપી રહ્યા છે.


આ પણ વાંચો :