Last Modified મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (18:24 IST)
આખા દેશમાં રામ મંદિરના ભવ્ય શિલાન્યાસની તૈયારીઓ થઇ રહી છે. પ્રસિદ્ધ મંદિરોની માટી, નદીઓના પાણી અયોધ્યામાં મોકલવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના ભૂમિપૂજનના ઐતિહાસિક અવસરને લઇને દેશભરમાં હર્ષોઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક મહિલા ભક્તે ચોકલેટમાંથી
રામ મંદિર બનાવ્યું છે. શિલ્પાબેન નામના રામભક્તે 15 કિલો ચોકલેટમાંથી 3 માળના રામ મંદિરની સુંદર પ્રતિકૃતિ બનાવી છે. શિલ્પાબેનની મહેચ્છા છે કે તેઓ વડાપ્રધાન મોદીને આ મંદિર ભેટ તરીકે આપે.
અયોધ્યા રામજન્મભૂમિ રામ મંદિરનાં નિર્માણ માટે તૈયાર છે. 5 ઓગષ્ટના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્માણની પહેલી ઈંટ મુકશે, આ સાથે જ ઐતિહાસિક ઘટના બનશે. અયોધ્યામાં મંદિરના ભૂમિ પૂજન માટે તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચુકી છે.