રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Updated : બુધવાર, 5 ઑગસ્ટ 2020 (14:31 IST)

Ram Mandir Bhumi Pujan Live Updates - ભૂમિ પૂજન કરીને બોલ્યા પીએમ મોદી - રામ મંદિર દ્વારા ભાઈચારાનો સંદેશ



- મંગળવારે રાત્રે બીજેપીના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી કહ્યુ કે તેમનુ સપનુ સાકાર થઈ રહ્યુ છે 
 
- વરિષ્ઠ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણીએ જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે, “હું એ અનુભવી રહ્યો છું કે રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન મે 1990માં સોમનાથથી અયોધ્યા સુધી રામ રથ યાત્રા તરીકે એક મહત્વપૂર્ણ કર્તવ્ય નિભાવ્યું, જેણે પોતાના અસંખ્ય સહભાગીઓની આકાંક્ષાઓ, ઊર્જાઓ અને ઝુનૂનને મજબૂત કરવામાં મદદ કરી.” લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, “ક્યારેક ક્યારેક કોઇકના જીવનમાં મહત્વપૂર્ણ સપનાઓ આવવામાં ઘણો સમય લાગે છે, પરંતુ જ્યારે તેમને આખરે ખબર પડે છે ત્યારે ઇંતઝાર ઘણો સાર્થક થઈ જાય છે. આવું જ એક સપનું મારા દિલની નજીક છે જે હવે પૂર્ણ થઈ રહ્યું છે.”  
 
- પીએમ મોદી દ્વારા રામ મંદિરની આધારશિલા મુકવી મારી જ નહી પરંતુ બધા ભારતીય લોકો માટે ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે. મારુ માનવુ છે કે રામ  મંદિર સશક્ત, સંપન્ન અને સૌહાર્દપૂર્ણ રાજ્યના રૂપમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. જ્યા દરેકને ન્યાય મળશે અને કોઈ જુદા નહી રહે. 
 
- તેમણે કહ્યુ કે  આ મારો વિશ્વાસ છે કે આ મંદિર તમામ ભારતીયોને તેમના ગુણો વિશે જણાવશે. આ મારો વિશ્વાસ છે કે શ્રીરામ મંદિર તમામ માટે ન્યાયની સાથે એક મજબૂત, સમૃદ્ધ, શાંતિપૂર્ણ અને સામંજસ્યપૂર્ણ રાષ્ટ્ર તરીકે પ્રતિનિધિત્વ કરશે અને કોઈને પણ બહાર નહીં કરે, જેથી આપણે ખરેખર રામરાજ્યમાં સુશાસનના પ્રતીક બની શકીએ.”.
 


02:30 PM, 5th Aug
- પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી વધારે મુસ્લિમ જનસંખ્યા જે દેશમાં છે છે ઇન્ડોનેશિયા અને ત્યાં રામાયાણના અનેક રૂપ જોવા મળે છે. ત્યાં પણ રામ આરાધ્ય તરીકે પૂજવામાં આવે છે અને લોકોની આસ્થા તેમનામાં છે. વિશ્વના અનેક એવા છેડા છે જ્યાંની આસ્થામાં અને ન જાને કેટલા રૂપમાં રામને લોકો આરાધ્ય માને છે. એવા તમામ દેશોમાં રામ મંદિરનું નિર્માણ શરૂ થવાથી ઉત્સાહ છે. અયોધ્યામાં બનનારા રામ મંદિર માત્ર આપણા મેટ જ નહીં, પરંતુ માનવતાને પ્રેરણા આપતું રહેશે. કારણ કે રામ તો બધાને છે, રામ તો બધામાં છે.
 
- આઝાદીની જેમ રામ મંદિર માટે અનેક-અનેક સદીઓ સુધી અનેક પેઢીઓએ અખંડ, એકનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આજનો દિવસ એ સંકલ્પ, દર્દ અને પ્રેમનો પ્રતિક છે. રામ મંદિરના આંદોલનમાં અર્પણ પણ હતું અને તર્પણ પણ. સંઘર્ણ પણ હતું અને સંકલ્પ પણ. જેમના ત્યાગ, બલિદાન અને સંઘર્ષને કારણે આ સપનું સાકાર થયું છે. એ તમામ લોકોને હું શીશ ઝુકાવીને નમન કરું છું. તમે ભગવાન રામની શક્તિ જુઓ. અસ્તિત્વ મટાડવા અનેક પ્રયાસો થયા. પણ આજે પણ રામ આપણા મનમાં વસ્યા છે. આપણી સંસ્કૃતિના આધાર છે. ભારતની મર્યાદા છે. શ્રી રામ મર્યાદાપુરુષોત્તમ છે. આ મંદિર બન્યા બાદ મંદિરની ભવ્યતા જ નહીં બદલાઈ, પણ આ ક્ષેત્રની અર્થવ્યવસ્થા બદલાઈ જશે. અને દરેક ક્ષેત્રમાં અવસર વધશે. સમગ્ર દુનિયાથી લોકો અહીં દર્શન કરવા આવશે. રામ મંદિરના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાની પ્રક્રિયા છે. આ મંદિરની સાથે ન ફક્ત નવો ઈતિહાસ જ નથી રચાઈ રહ્યો, પણ ઈતિહાસનું પુનરાવર્તન પણ થઈ રહ્યું છે. આજે દેશભરનાં લોકોનાં સહયોગથી રામ મંદિર નિર્માણનું આ પુણ્ય કાર્ય શરૂ થયું છે. પથ્થરો પર શ્રી રામ લખીને રામ સેતુ બનાવવામાં આવ્યો તે જ રીતે, ઘર ઘરથી, ગામ ગામથી શ્રદ્ધાપુર્વક શીલાઓ અહીં ઉર્જાનું પ્રતિક બની ગઈ છે. 
 
- વિશ્વની સર્વાધિક મુસ્લિમ પ્રજા જે દેશમાં છે તે ઈન્ડોનેશિયા. ત્યાં આપણાં દેશની જેમ યોગેશ્વર રામાયણ જેવી અનોખી રામાયણ છે. રામ આજે પણ ત્યાં પૂજનીય છે. કંબોડિયા, મલેશિયા અને થાઈલેન્ડમાં રામાયણ છે. ચીનમાં પણ રામનાં પ્રસંગ અને શ્રીલંકામાં પણ કથાઓ પ્રચલિત છે. નેપાળ સાથેનો સંબંધ તો માતા જાનકી સાથે જોડાયેલો છે. દુનિયાના અનેક દેશો છે કે જ્યાંની આસ્થામાં રામ કોઈના કોઈ રૂપે છે. ભારત બાદ પણ અનેક દેશો કે જ્યાં ત્યાંની ભાષામાં રામકથા આજે પણ પ્રચલિત છે. આજે આ દેશોમાં કરોડો લોકોને રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થતાં ખુશી થઈ હશે. રામ સબ કે હૈ, અને રામ સબ મેં હૈ.

02:06 PM, 5th Aug

01:16 PM, 5th Aug
- સીએમ યોગી આદિત્યનાથે સભાને સંબોધતાં જણાવ્યું કે, પાંચ સદીનો સંકલ્પ પુર્ણ થયો છે. આપણા માટે ઉત્સાહ અને ઉમંગનો દિવસ છે. પીએમ મોદીના કારણે આ સપનું પૂરુ થયું છે.
- મંદિરના શિલાન્ચાસ બાદ પીએમ મોદીએ મંચ પર પહોંચીને ફરીથી દંડવત પ્રણામ કર્યા હતા.


12:11 PM, 5th Aug

- રામલલાની પૂજા કરી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી, થોડીવારમાં રામ મંદિરનુ ભૂમિ પૂજન 
 
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામલલાના દર્શન કર્યા, તેમની પૂજા કરી, આ દરમિયાન પીએમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પરિસરમાં પારિજાતનો છોડ લગાવ્યો. 
 
- ઉમા ભારતીએ કહ્યુ, 'અયોધ્યાએ બધાને એક કરી નાખ્યા છે. હવે આ આખો દેશ આખી દુનિયામાં પોતાનુ માથુ ઊંચુ કરીને કહેશે કે અહી કોઈ ભેદભાવ નથી. 
 

11:49 AM, 5th Aug
હનુમાનગઢી પહોંચેલાં વડા પ્રધાન મોદીએ પૂજા-અર્ચના કરી હતી. સાથે જ તેઓએ હનુમાનદાદાની આરતી ઉતારી હતી અને શીશ ઝૂકાવ્યું હતું. 

 

11:14 AM, 5th Aug
- અયોધ્યામાં આજે ઈતિહાસ રચાશે 
- રામ મંદિરનુ ભૂમિ પૂજન કરશે પીએમ મોદી 
- 11.30 વાગ્યે અયોધ્યા પહોંચશે પીએમ મોદી 
- રામ જન્મભૂમિ પરિસર રેડ જોન જાહેર 
-એસપીજીના હવાલે જન્મભૂમિની સુરક્ષા 
-અયોધ્યા માટે રવાના થયા પીએમ મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા માટે રવાના થઈ ગયા છે. હવેથી થોડી વારમાં અયોધ્યા પહોંચી પીએમ મોદી રામ મંદિરનુ ભૂમિ પૂજન કરશે. 
- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌથી અયોધ્યા માટે રવાના થઈ ગયા છે. યોગી આદિત્યનાથ અયોધ્યા હેલિપેડ પર પીએમ મોદીનુ સ્વાગત કરશે. 
 
- હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારી પ્રેમદાસજી મહારાજનુ કહેવુ છે કે પ્રધાનમંત્રીનુ અયોધ્યા આવવુ ઐતિહાસિક ક્ષણ છે. અમે તેમને સન્માનિત કરીશુ. પીએમે આ દરમિયાન ચાંદીનો મુગટ, ગમછો અપાશે. 
- રામ મંદિર પરિસરમાં છોડ લગાવશે - પીએમ મોદી આજે રામ મંદિર પરિસરમાં એક છોડ લગાવશે. 
- રામ મંદિર પછી રામ રાજ્યની સ્થાપના - રામદેવ હનુમાનગઢીમાં યોગગુરુ રામદેવે પૂજા કરી. રામદેવે કહ્યું કે ભારતમાં જે પણ સાંસ્કૃતિક અતિક્રમણ થયું છે, તે હવે ખતમ થઈ જશે. હું માનું છું કે રામ રાજ્ય પણ રામ મંદિર સાથે આવશે, દેશમાં શિક્ષણ-સામાજિક પ્રણાલીમાં ન્યાય સ્થાપિત થશે. સદભાગ્યે, દેશના વડા પ્રધાન અયોધ્યા આવી રહ્યા છે અને ખુદને  હિન્દુ કહેવામાં ગર્વ લે છે. મોટા ભાગના લોકોએ પણ આત્મગૌરવ સાથે રહેવાની શરૂઆત કરી છે,પોતાના ધર્મ પ્રત્યેની વફાદારી એ ધર્મનિરપેક્ષતાની નિશાની છે.

11:13 AM, 5th Aug
- હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારી પ્રેમદાસજી મહારાજનુ કહેવુ છે કે પ્રધાનમંત્રીનુ અયોધ્યા આવવુ ઐતિહાસિક ક્ષણ છે. અમે તેમને સન્માનિત કરીશુ. પીએમે આ દરમિયાન ચાંદીનો મુગટ, ગમછો અપાશે. 
- રામ મંદિર પરિસરમાં છોડ લગાવશે - પીએમ મોદી આજે રામ મંદિર પરિસરમાં એક છોડ લગાવશે. 
- રામ મંદિર પછી રામ રાજ્યની સ્થાપના - રામદેવ હનુમાનગઢીમાં યોગગુરુ રામદેવે પૂજા કરી. રામદેવે કહ્યું કે ભારતમાં જે પણ સાંસ્કૃતિક અતિક્રમણ થયું છે, તે હવે ખતમ થઈ જશે. હું માનું છું કે રામ રાજ્ય પણ રામ મંદિર સાથે આવશે, દેશમાં શિક્ષણ-સામાજિક પ્રણાલીમાં ન્યાય સ્થાપિત થશે. સદભાગ્યે, દેશના વડા પ્રધાન અયોધ્યા આવી રહ્યા છે અને ખુદને  હિન્દુ કહેવામાં ગર્વ લે છે. મોટા ભાગના લોકોએ પણ આત્મગૌરવ સાથે રહેવાની શરૂઆત કરી છે,પોતાના ધર્મ પ્રત્યેની વફાદારી એ ધર્મનિરપેક્ષતાની નિશાની છે.

રામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યા તૈયાર છે. આખી નગરી સજી છે. પીળા બેનર લાગ્યા છે. દિવાલો પર નવા પૈટનો નજારો છે. જુદા જઉદા સ્થાન પર ભજન કીર્તન થઈ રહ્યૂ છે. અને દરેક ખૂણો ભક્તિરસથી સરભર છે. પીએમ ઉપરાંત તમામ મોટા રાજનેતા અને સાધુ સંતો સહિત 175 લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.