શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 3 ડિસેમ્બર 2020 (11:57 IST)

Sankashti Chaturthi 2020: આજે સંકષ્ટી ચતુર્થી, જાણો ભગવાન ગણેશની પૂજાનુ શુભ મુહુર્ત અને વ્રત વિધિ

આજે  સંકષ્ટી ચતુર્થી છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થીને  સંકષ્ટ ચતુર્થી તરીકે અને શુક્લ પક્ષ ચતુર્થીએ વિનાયક ચતુર્થીના રૂપમાં મનાવાય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને 108 નામોથી યાદ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ  સંકષ્ટી ચતુર્થી પર સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે ગણપતિ બાપ્પની પૂજા કરે છે. તેના બધા દુ: ખ અને ક્લેશ દૂર થાય છે. ઉપરાંત, વ્યક્તિની બધી ઇચ્છાઓ જલદીથી પૂર્ણ થાય છે.
 
સનાતન ધર્મમાં સૌ પહેલા ભગવાન ગણેશની પૂજા કરવાનો નિયમ છે.  ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે વિઘ્નહર્તાના નામના સ્મરણ માત્રથી તમામ અવરોધો દૂર થાય છે. ભગવાન બ્રહ્માએ ખુદ સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહત્વ બતાવ્યુ  છે. આ રીતે  આ ઉપવાસનું ખૂબ જ વિશેષ મહત્વ છે.
 
સંકષ્ટી ચતુર્થી પૂજાનુ શુભ મૂહુર્ત અને તિથિ 
આજના દિવસે શુભ મુહુર્ત સાંજના સમયનુ છે. વ્રત કરનાર આખો દિવસ પૂજા ઉપાસના કરી સાંજે વિશેષ પૂજા કરી શકે છે.  
 
સંકષ્ટ ચતુર્થી પૂજા વિધિ 
 
આ દિવસે સવારે જલ્દી ઉઠો. ત્યારબાદ નિત્યક્રમથી પરવારીને ગંગાજળ યુક્ત પાણીથી સ્નાન ધ્યાન કરો. હવે સૌ પ્રથમ, ભગવાન ગણેશના વ્રતનો સંકલ્પ લો અને ભગવાન સૂર્યને જળ અર્પિત કરો.  ત્યારબા ફળ, ફૂલ, ધૂપ-દીવો, દુર્વા, ચંદન, ચોખા  વગેરેથી ભગવાન ગણેશના ષોડશોપચારની પૂજા કરો. ભગવાન ગણેશને પીળા ફુલ ચઢાવો. ગણપતિને મોદક પસંદ છે. તેથી તેમને પીળા ફુલ અને મોદક જરૂર અર્પણ કરો. છેવટે આરતી અને પ્રદક્ષિણા કરો અને તેમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરો. દિવસભર ઉપવાસ રાખો. સાંજે આરતી-પ્રસાદ પછી તમે ફળાહાર કરી શકો છો. 

ચંદ્રોદય સમય - રાત્રે  08.24  વાગેે