બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By વેબ દુનિયા|

ભારત પાક. પર આક્રમણ કરે - રામદેવબાબા

કિરણ જોશી

મુંબઈમાં થયેલ આતંકી હુમલાઓ વિશે યોગાચાર્ય બાબા રામદેવજીએ જ્યારે અમારા સંવાદદાતા કિરણ જોશીને તેમની પ્રતિક્રિયા જાણવા માંગી તો તેમણે સ્પષ્ટ રીતે બે શબ્દોમાં જવાબ આપ્યો કે ભારતે પાકિસ્તાન પર તરતજ હુમલો કરી ત્યાં આવેલ આતંકવાદીઓના પ્રશિક્ષણ શિબિરોને ધ્વસ્ત કરી દેવુ જોઈએ. તેમણે આ પણ કહ્ય કે હાલ સરકાર ફક્ત સમય વેડફી રહી છે જેના કારણે આગળ જતા દેશને ભારે નુકશાન ઉઠાવવું પડી શકે છે. કિરણ જોશીએ આતંકવાદને જ મુખ્ય મુદ્દો બનાવીને યોગાચાર્ય સાથે વિસ્તૃત ચર્ચા કરી જેનો સારાંશ આ રીતે છે.

મુંબઈના આતંકી હુમલાઓ વિશે તમારી શુ પ્રતિક્રિયા છે ?

હુ તો કહુ છુ કે પાકિસ્તાનમાં જે આતંકવાદી શિબિર છે તેને નષ્ટ કરી દેવુ જોઈએ. કોઈ કહે છે 25 છે તો કોઈ 50 બતાવે છે, અને આપણે તેની ગણતરી કરી રહ્યા છે. અમેરિકા સાથે આ વિશે ચર્ચા કરીને સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરી રહ્યા છે. અરે, હુ તો કહુ છુ કે જે અમેરિકા કરોડો ડોલર ખર્ચીને પણ એક આતંકવાદી ઓસામા બિન લાદેનને પકડી નહી શક્યો, તે અમારા આંતકવાદી શોધવામાં કેવી રીતે મદદ કરી શકે છે ? એક વાત તો ચોખ્ખી છે કે અમારી સરકાર એટલી બધી અસંવેદનશીલ થઈ ગઈ છે કે જે ગોળીઓ શહીદોની છાતી અને માથામાં વાગી, તે ગોળીઓ જો કોઈ રાજનેતાને છાતીમાં વાગી હોત તો અત્યાર સુધી તો પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર હુમલો થઈ ચૂક્યો હોત. કેમ કે દેશનો સામાન્ય માણસ મરે છે, દેશના નવયુવાન, સેનાઓ મરે છે, કમાંડોઝ મરે છે તો તેમને આપણી સરકાર મરવા માટે છોડી દે છે. આ માટે આપણે હવે કોઈ કડક પગલું ભરવુ પડશે. અને જો ફરી આવો કોઈ હુમલો થાય તો સમજી લેવુ પડ્શે કે અમારી સરકાર જ ઈચ્છે છે કે આપણી પર આવા હુમલાઓ થતા રહે. પરંતુ જો બીજીવાર આવો હુમલો થશે તો દેશ નિયંત્રણ બહાર થઈ જશે અને સરકાર માટે દેશને નિયંત્રણમાં રાખવુ અશક્ય થઈ જશે.

શુ તમને લાગે છે કે કેન્દ્ર સરકાર આ મુદ્દે નિષ્ફળ સાબિત થઈ છે ?

પ્રધાનમંત્રી મનમોહનસિંહની ઈમેજ ધણી સારી છે. પરંતુ જો તેમને હવે આક્રમક ભૂમિકા ન અપનાવી તો જનતા તેમને ક્યારેય માફ નહી કરી શકે. આતંકવાદી સતત અમને નિશાના પર મૂકી રહ્યા છે અને આવા સમયે આપણા દ્વારા પાકિસ્તાનની મદદની આશા રાખવી બેવકૂફી છે. આતંકવાદી પોતાની કાર્યવાહીને સતત અંજામ આપી રહ્યા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનની તરફથી ધુસપેઠ સતત વધતી જઈ રહી છે. જેના કારણે ક્યારેક પણ ગૃહ યુધ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. તેથી આ જરૂરી છે એક તેમણે તેમની ભાષામાં જ જવાબ આપી દેવામાં આવે.

તમારા મુજબ કોઈ પણ પગલું ઉઠાવતા પહેલા અમેરિકાની સલાહ લેવી ક્યા સુધી યોગ્ય છે ?

અમેરિકાની સલાહથી દરેક કામને અંજામ આપવુ પણ આતંકવાદ જેટલુ જ દગો આપનારુ છે. આપણે આપણા વિચાર-નિર્ણયથી પણ આગળ વધતા શીખવુ જોઈએ.

શુ તમે ભવિષ્યમાં ક્યારેય રાજનીતિમાં આવવા માંગશો ?

હું રાજનીતિમાં તો નહી આવુ, પરંતુ રાજનીતિ બેકાર છે આવુ માનતા એટલુ તો જરૂર કહીશ કે આમાં સારા લોકોની જરૂર છે.