'મિસ ઈંડિયા અર્થ 2008' તન્વી વ્યાસ સાથે મુલાકાત

ગાયત્રી શર્મા

વેબ દુનિયા|

'મિસ ઈંડિયા અર્થ 2008' બનવાનુ ગૌરવ મેળવનારી તન્વી એક એવી છોકરી છે, જેણે પોતાના સપનાને હકીકતનુ રૂપ આપ્યુ છે. વ્યવસાયિક રૂપે ગ્રાફિક ડિઝાનર તન્વીને માટે મિસ ઈંડિયા અર્થ બની ત્યારે ઘણાને નવાઈ લાગી. કહેવાય છે કે જ્યારે તમારુ ભાગ્ય અને તમારી મહેનત બંને સાથે હોય તો તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે. અમે અહીં રજૂ કરી રહ્યા છે સાદગી અને સૌદર્યની મલ્લિકા તન્વી વ્યાસ સાથે અમારી એક ખાસ મુલાકાત.

1 એક નાનકડા શહેરમાંથી 'મિસ ઈંડિયા અર્થ' બનવા સુધીની લાંબી યાત્રા તમારે માટે કેવી રહી ?

ઉત્તર - મારે માટે ફેમિના મિસ ઈંડિયા બનવા સુધીની યાત્રા ઘણી જ સારી રહી. મને ઘણા લોકોને મળવાની અને તેમની પાસેથી ઘણું બધુ શીખવાની તક મળી. આ અનુભવે મને એક નટખટ કોલેજ ગોઈંગ છોકરીમાંથી એક જવાબદાર છોકરી બનાવી છે. હવે મને સમજાયુ છે કે મારું પણ નામ છે, મારી એક અલગ ઓળખ છે, જેના કારણે મારી કેટલીક જવાબદારીઓ બને છે, જે મારે નિભાવવાની છે.
2 તમે ફેમિના મિસ ઈંડિયા કોંટેસ્ટમાં ભાગ લેવા અંગે કેવી રીતે વિચાર્યુ ?

ઉત્તર - હું પહેલાથી જ આ હરીફાઈમાં ભાગ લેવા માટે તૈયાર નહોતી પરંતુ મારી મમ્મી અને કાકીની ઈચ્છા હતી કે હુ ફેમિના મિસ ઈંડિયાના ઓડિશનમાં ભાગ લઉ. તેમણે મને પ્રોત્સાહન આપ્યુ અને મેં અમદાવાદમાં આ હરીફાઈ માટે ઓડિશન આપ્યુ.
3 દુર્ભાગ્યથી મળેલુ આ સૌભાગ્ય તમારે માટે કેવુ રહ્યુ ?

ઉત્તર - મને લાગે છે કે હું ખૂબ જ સૌભાગ્યશાળી છુ, જેને કારણે મને આ સન્માન મળ્યુ. મારી મહેનત અને તેના પર ઈશ્વરની કૃપાએ મને આ મુકામ સુધી આવવાની તક આપી છે. હુ તો માનુ છુ કે જો તમારામાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા છે તો તમને સફળતાની શિખર સુધી પહોંચતા કોઈ રોકી નહી શકે.
4 મિસ ઈંડિયા બન્યા પછી તમારો શુ અનુભવ રહ્યો ?

ઉત્તર - આ ખિતાબને જીત્યા પછી મને દુનિયા ફરવાની તક મળી. આ ખિતાબે મને પોતાની એક જુદી જ ઓળખ અપાવી, જે મારે માટે જીંદગીનો એક સારો અનુભવ હતો.

5 દેશની સુંદરીનો આ ખિતાબ જીત્યા પછી તમને કંઈ-કંઈ મોટી ઓફરો મળી ?
ઉત્તર - મને ઘણી બધી સારી ઓફરો મળી. તાજેતરમાં જ મેં ટાટા ઈંડિકોમના 'ગરવી ગુજરાત' નામના એક વીડિયોમાં કામ કર્યુ છે. જેમા ગુજરાતની બધી સફળ વ્યક્તિઓની સફળતાની વાર્તાને બતાવવામાં આવી છે. આ સિવાય સારી ઓફરોની હું રાહ જોઈ રહી છુ. જો મને કોઈ સારી ઓફર મળે છે તો હુ જરૂર તેમા કામ કરીશ.

6 ચિકિત્સકોના પરિવાર ધરાવનારી તન્વીના મિસ ઈંડિયા અર્થ બનતા પરિવારની પ્રતિક્રિયા કેવી રહી ?
ઉત્તર - એ મારા પરિવારનું પ્રોત્સાહન અને મદદ જ હતી કે મેં આજે આ મુકામ સુધી પહોંચી છુ કારણ કે પરિવાર અને મિત્રોની મદદ વગર કોઈ આગળ વધી નથી શકતુ.

7 તમે શુ માનો છો કે સૌદર્યની મલ્લિકાના ખિતાબવાળી આ હરીફાઈમાં આપણા દેશની રાષ્ટ્રીય ભાષાનો પ્રયોગ અનિવાર્ય રૂપે કરવો જોઈએ કે નહી ?
ઉત્તર - આપણે ભારતીય છે અને આપણને આપણી રાષ્ટ્રભાષા પર ગર્વ હોવું જોઈએ. હિન્દી એક ખૂબ જ સુંદર અને મીઠી ભાષા છે, જેને પ્રોત્સાહન મળવું જોઈએ. જ્યારે હું આંતરાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતામાં ગઈ હતી, ત્યારે હું ત્યા ઘણી એવી છોકરીઓને મળી હતી, જેમણે અંગ્રેજી બોલતા નહોતુ આવડતુ. તેમણે ત્યાં પોતાની રાષ્ટ્રભાષામાં પોતાની જાતને અભિવ્યક્ત કરી. એવુ કરવામાં તેમણે કોઈ પણ જાતની શરમ કે સંકોચ ન અનુભવ્યો. જ્યારે વિશ્વસ્તરીયની હરીફાઈમાં એ લોકો પોતાની રાષ્ટ્રભાષામાં પોતાના વિચારો રજૂ કરે છે તો પછી આપણે હિન્દી બોલવામાં શરમ કેમ અનુભવીએ છીએ ?
8. શુ કારણ છે કે એશ્વર્યા રાય, સુષ્મિતા સેન અને પ્રિયંકા ચોપડા પછી કોઈ બીજી સુંદરીએ પોતાની ખ્યાતિ ન મેળવી ? શુ તમે મલ્ટીનેશનલ કંપનીઓની ભારતીય સુંદરીઓના પ્રત્યે અનદેખી કરશે ?

ઉત્તર - મને લાગે છે કે તેનું એકમાત્ર કારણ મલ્ટીનેશનલ કંપનીની અનદેખી જ નથી. બની શકે કે આ અનદેખીનુ કારણ કોઈ બીજુ જ રહ્યુ હોય.
9. શુ અમે તન્વીને કોઈ ફિલ્મ, સીરિયલ કે જાહેરાતમાં જોઈ શકીશુ ?

ઉત્તર - હું જાહેરાતોમાં કામ કરવાનો પ્રયત્ન કરી રહી છુ. જેમ જેમ મને સારી ઓફર મળશે, હુ તેમા જરૂર કામ કરીશ. તમે મને ટૂંક સમયમાં જ ટીવી પર જોશો.

10 વ્યવસાયિક રૂપે ગ્રાફિક ડિઝાઈનર તન્વી હવે કયા ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવા માંગે છે ?
ઉત્તર - હું એક બિઝનેસ વૂમન બનવા માંગુ છુ. મારી ખૂબ જ ઈચ્છા છે કે હું પોતે એક લાઈફ સ્ટાઈલ ડિઝાઈનર સ્ટોર ખોલુ. જ્યા દરેક ડિઝાઈનિંગ સંબંધી દરેક પ્રકારની પ્રોબલેમનો હલ હોય. એ સ્ટોર પર લોકોને સારામાં સારું પ્રોડક્ટ અને સારી સુવિદ્યાઓ મળે. મારા આ ક્ષેત્રમાં જેટલો પણ અનુભવ છે. હું ઈચ્છુ છુ કે એ સ્ટોરના માધ્યમથી હુ એ અનુભવોને લોકોમાં વહેચી શકુ. આજે આપણા દેશમાં ગ્રૂમિંગની ખૂબ જ જરૂર છે. કારણ કે અહીં ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમને શુ કરવુ જોઈએ તેથી હુ એક ગ્રૂમિંગની શાળા પણ ખોલવા માંગુ છુ.
11 નાના શહેરમાં પણ શક્યતા છે. તન્વી એ વાતની મિસાલ છે, પરંતુ આજે પણ દેશમાં ઘણી મહિલાઓ પાછળ છે, તેનુ શુ કારણ છે ?

ઉત્તર - પહેલાના મુકાબલે હવે ભારતમાં છોકરીઓની સ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. હુ ઘણી જગ્યાએ ફરી છુ, જેનાથી મને લાગે છે કે આજે છોકરીઓ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહી છે. તેમને જોઈને લાગે છે કે અમે સ્ત્રીઓએ પણ ઘણું બધુ મેળવ્યુ છે. જો કે આજે પણ આપણા દેશમાં ઘણા એવા રાજ્યો છે જ્યા મહિલાઓની સ્થિતિ ખરાબ છે. મહિલાઓના પાછળ રહેવાનુ એક કારણ આપણા સમાજના સંકુચિત વિચારો પણ છે જો લોકો આજે પણ સ્ત્રીઓને આગળ નથી વધવા દેતા. હુ એમને એટલુ જ કહીશ કે તમે સ્ત્રીઓને કંઈ કરવાની તક તો આપો પછી જુઓ એ પોતાનુ લક્ષ્ય જાતે જ મેળવી લેશે.
12 વેબદુનિયાના પાઠકોને તમે શુ કહેવા માંગશો ?

ઉત્તર - વેબદુનિયાના બધા પાઠકોને મારા અને મારા પરિવાર તરફથી નવવર્ષની શુભેચ્છાઓ. તમારે માટે આ નવુવર્ષ ખૂબ જ સારુ રહે અને આ વર્ષે તમને ઘણી બધી ખુશીઓ મળે.


આ પણ વાંચો :