શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 9 નવેમ્બર 2021 (10:59 IST)

IPL પહેલા પ્રેમની પિચ પર ચોક્કા-છક્કા મારીપૃથ્વી શૉ, અભિનેત્રી પ્રાંચી સિંહને કરી રહ્યો છે ડેટ

વીરેંદ્ર સહેવાગ અને સચિન તેંદુલકરની બેટિંગનુ મિશ્રણ કહેવાતા ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ હાલ પ્રેમની પિચ પર ચોક્કા-છક્કા મારી રહ્યો છે.  ફક્ત 18 વર્ષની ઉંમરે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર શો પોતાના અંગત જીવનમાં એક અભિનેત્રીની સામે ક્લીન બોલ્ડ થઈ ગયો છે. ખરેખર, ઉલ્લેખનીય છે કે જાણવા મળ્યુ છે કે  શો આજકાલ અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો છે. પૃથ્વીની  જેમ પ્રાચી પણ મુંબઈની છે.
 
પ્રાચી સિંહ સાથે જોડાયુ પૃથ્વી શૉ નુ નામ 
 
ઉલ્લેખનીય છે કે પૃથ્વી શૉ હાલ એક્ટ્રેસ પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો કહ્હે. ઉલ્લેખનીય છે કે શૉના સોશિયલ મીદિયા પર કેટલાક એવા કમેંટ્સ જોવા મળ્યા જ્યારબાદ શૉ નુ નામ પ્રાચી સાથે જોડાય રહ્યુ છે. જો કે અનેક રિપોર્ટમાં શો અને પ્રાચી સારા મિત્ર છે એવુ બતાવાય રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે શો ની બધી પોસ્ટ પર પ્રાચી કમેંટ જરૂર કરે છે અને શો પણ પ્રાચીના કમેંટનો રિપ્લાય કરવુ ભૂલતા નથી. 
 
જાણો કોણ છે પ્રાચી સિંહ  ?
 
પ્રાચી સિંહ એક્ટ્રેસ અને ડાંસર છે. તે કલર્સ ટીવીના જાણીતા સીરિયલ ઉડાનમાં કામ કરી ચુકી છે. આમ તો પ્રાચી એક મોડલ પણ છે. પોતાની એક્ટિંગ સાથે પ્રાચી શાનદાર બેલી ડાંસ માટે પણ જાણીતી છે. આમ તો બોલીવુડ અને ક્રિકેટરો વચ્ચે ખૂબ જૂનો સંબંધ રહ્યો છે. હવે જોવાનુ એ છે કે શુ પૃથ્વી શૉ નુ નામ પણ આ લિસ્ટમાં જોડાય છે કે નહી.