ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : ગુરુવાર, 29 એપ્રિલ 2021 (09:17 IST)

IPL 2021: તો એટલા માટે CSK નુ પ્રદર્શન આ વર્ષે સર્વોત્તમ, ધોનીએ કરી ચોખવટ

નવી દિલ્હી.  આઈપીએલ 2021(IPL 2021)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. બુધવારે ચેન્નાઈએ સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) ને સાત વિકેટથી હરાવી અને આ સિઝનમાં તેની સતત પાંચમી મેચ જીતી. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પણ ટીમના પ્રદર્શનથી ખુશ દેખાય રહ્યા છે.  તેમણે હૈદરાબાદ સામેની મેચ જીત્યા બાદ કહ્યું કે ટીમની બેટિંગ ઘણી સારી હતી. પરંત તેનો અર્થ એ નથી કે બોલિંગ સારી નહોતી.  આ આશ્ચર્યજનક રૂપે દિલ્હીની સારી વિકેટ હતી. ત્યાં કોઈ ઝાકળ નહોતુ. શાનદાર ઓપનિંગ ભાગીદારી હતી. 
 
આઇપીએલની આ સીઝનમાં સીએસકેના પ્રદર્શનમાં થયેલા સુધાર અંગે ધોનીએ કહ્યુ કે ગયા વર્ષની નિષ્ફળતામાંથી પાઠ લેતા ખેલાડીઓએ આ સિઝનમાં વધુ જવાબદારી લીધી છે. આ વર્ષે સીએસકે માટે શું અલગ હતું? તેના જવાબમાં ધોનીએ કહ્યું કે સમસ્યાને ઓળખવી. તમે જેટલી જલ્દી તેને ઉકેલો એટલુ જ ટીમ માટે સારુ છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે આઈપીએલ પહેલા અમે 5--6 મહિના સુધી ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર રહ્યા હતા. અમને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ લેવાની પરમિશન નહોતી. ત્યારબાદ વેન્યુ બદલાયુ,  અને ક્વોરેંટાઈન પીરિયડ પણ લાંબો રહ્યો. જેની ખેલાડીઓને ટેવ નથી હોતી. 
 
આઈપીએલ 2020માં સીએસકે પ્લેઓફ પણ રમી નહોતી 
 
આ સિવાય પણ ઘણા અન્ય કારણો હતા, જેના કારણે સીએસકેનું પ્રદર્શન આઈપીએલ 2020 માં નિરાશાજનક રહ્યું હતું. લીગ શરૂ થતા પહેલા જ, ખેલાડીઓ સહિત ટીમના સપોર્ટ સ્ટાફના 10 સભ્યો કોરોના સંક્રમિત આવ્યા હતા. ટીમના મહત્વના બેટ્સમેન સુરેશ રૈના પણ વ્યક્તિગત કારણોસર લીગ છોડીને  ભારત પરત ફર્યા હતા. આ જ કારણ છે કે આઈપીએલ 2020માં ટીમનુ પ્રદર્શન સારું નહોતુ અને આઈપીએલના ઇતિહાસમાં પહેલીવાર ચેન્નઈ પ્લે-ઓફ સુધી પણ પહોંચી શકી નહી. 
 
બહાર બેસનારા ખેલાડીઓને ટીમની સફળતાનો શ્રેય - ધોની 
 
સીએસકે કેપ્ટને આગળ કહ્યું કે  જો તમે છેલ્લા 8-10 વર્ષ જોશો, તો અમે ચેન્નઈના સ્ક્વૉડમાં ફેરફાર કર્યો નથી. અમે તે ખેલાડીઓની પણ પ્રશંસા કરીએ છીએ જેમને તક મળી નથી. વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કરો અને જ્યારે તમને તક મળે, ત્યારે તમારે તૈયાર રહેવાની જરૂર છે. આ માટે, ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સારું રાખવું મહત્વપૂર્ણ છે. આપણે એ ખેલાડીઓને વધુ મહત્વ આપવુ જોઈએ જે રમી નથી રહ્યા. કારણ કે તેમને માટે બહાર બેસવુ ખૂબ મુશ્કેલ હોય છે.