1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By ભાષા|

IPLની પ્રથમ મેચ રાજસ્થાન-બેંગલોર વચ્ચે

આઇપીએલની મેજબાની દક્ષિણ આફ્રિકાને મળ્યા બાદ તેનો કાર્યક્રમ પણ નક્કી થઈ ગયો છે. જે મુજબ તેનું ઉદ્ઘાટન 18 એપ્રિલનાં રોજ કરવામાં આવશે. જે કેપટાઉન ખાતે રાજસ્થાન-બેંગ્લોર વચ્ચે રમાશે.

દ.આફ્રિકાનાં વિવિધ 8 શહેરોમાં આઇપીએલની મેચો રમાશે. તેમાં પોર્ટ એલિઝાબેથ અને પ્રિટોરિયા પણ સામેલ છે. આ મેચ ભારતમાં રાત્રે 8 વાગે જોઈ શકાશે.

ત્યારબાદ 19 એપ્રિલનાં રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મુકાબલો થશે. તે દિવસે દિલ્હી ડેરડેવીલ્સ અને કિંગ્સ ઈલેવન વચ્ચે યોજાશે. ત્યારબાદ 20 એપ્રિલનાં રોજ પોર્ટ એલિઝાબેથમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે તથા કોલકાતા નાઈટ રાઈડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે મેચ રમાશે.