બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2017 (15:46 IST)

અહી મળી રહી છે નવા iPhone પર 20 હજાર રૂપિયા સુધીની છૂટ

Flipkart એ એપલ ડેઝ સેલ ની જાહેરાત કરી દીધી છે. જેના હેઠળ Appleના સેલેક્ટેડ પ્રોડક્ટ્સ પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. આ સેલ 24 એપ્રિલથી 26 એપ્રિલ સુધી રહેશે. તેમા સૌથી સારી ઓફર iPhone 7 પર આપવામાં આવી રહી છે.  જેના સ્ટિકેર પ્રાઈસમાં ફ્લેટ 20,001 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. 
 
ઓફરના હેઠળ મળી રહેલ થોડા વધુ સારા ઓફર્સની વાત કરીએ તો iPhone 7 (256 GB) જેટ બ્લેક 59,999 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે જ જૂના સ્માર્ટફોનને બદલવા પર 11 હજાર રૂપિયાની વધુ છૂટ પણ આપવામાં આવી રહી છે. 
 
કેટલીક અન્ય ઓફર્સની વાત કરીએ તો ગ્રાહક iPhone 6 (16 GB) ને 25,990 રૂપિયામાં ખરીદી શકે છે. આ ફોનના MRPમા  11000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.  આ ઉપરાંત iPhone SEને ફ્લેટ 6000 રૂપિયાની છૂટ સાથે 20,999 રૂપિયામાં ખરીદી શકાય છે.  તો બીજી બાજુ iPhone 6s મોડલ્સને ફ્લેટ 8000 રૂપિયાની છૂટ સાથે 39,999 રૂપિયામાં ખરીદી શકાય છે. 
 
આ સેલમાં ગ્રાહકોને એપલ સ્માર્ટફોન પર પણ 35 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. અને iPads, Apple MacBook Air અને MacBook Pro પર પણ ઓફરનો ફાયદો ઉઠાવી શકાય છે.  આ ઉપરાંત બાકી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉંટને ફ્લિપકાર્ટ વેબસાઈટ પર જઈને જોઈ શકાય છે.