રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : બુધવાર, 9 જાન્યુઆરી 2019 (12:31 IST)

કુંભ શ્રદ્ધાળુઓ માટે Jio Phone એ રજુ કરી ધમાકેદાર ઓફર

પ્રયાગરાજ કુંભ મેળામાં મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે Jio એ નવી 'કુંભ Jio Phone' ની રજુઆત કરી છે. કુંભ જિયોફોન કુંભ મેળા સાથે જોડાયેલ દરેક નાની મોટી માહિતીથી ભરપૂર છે.  ટ્રેન અને બસ સ્ટેશનની સૂચનાઓ સાથે સાથે કયા દિવસે કયુ સ્નાન છે તેની માહિતી પણ 'કુંભ જિયોફોન' પરથી પ્રાપ્ત કરી શકાય છે. 
 
કુંભમાં સંબંધીઓના ખોવાય જતા 'કુંભ Jio Phone' તમારી મદદ કરશે. ફેમિલી લોકેટર નામથી 'કુંભ જિયોફોન' માં એક વિશેષ ફિચર આપવામાં આવ્યુ છે. જેનાથી તમને ખોવાય ગયેલા સંબંધીઓની લોકેશન જલ્દી જાણ થઈ જશે. 
 
'કુંભ Jio Phone' ફક્ત સૂચનાઓનુ જ દ્વાર નથી. તેમા રહેલ જિયોટીવી પર શ્રદ્ધાળુ કુંભ મેળાના ખાસ તહેવાર અને કાર્યક્રમોનુ વીડિય પ્રસારણ જોઈ શકશે.   ભક્તિ સંગીત માટે કુંભ જિયોફોનમાં યૂટ્યુબ, ફેસબુક અને વોટ્સએપ જેવા મુખ્ય સોશિયલ મીડિય આ એપ્સ પહેલાથી જ રહેલા છે. કુંભ દરમિયાન શ્રદ્ધાળુ આ એપ્સ દ્વારા દેશ અને વિદેશમાં પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે સીધા જાડાય શકશે. 
 
'કુંભ Jio Phone' એક ખાસ એક્સચેંજ ઓફર હેઠ 501 રૂપિયાની પ્રભાવી કિમંત પર હાજર છે. કોઈપણ કંપનીનો કોઈપ 2જી/3જી કે 4જી ફોનને કુંભ જિયોફોન માં બદલી શકાય છે. સયુક્ત ઓફર હેઠળ એક્શિવેશન સમયે કુંભ  જિયોફોન માટે રિફંડેબલ સિક્યોરિટીના રૂપમાં 501 રૂપિયા આપવા પડશે અને સાથે જ 594 રૂપિયાનો રિચાર્જ કરાવવા પડશે. જેમા તેને 6 મહિના માટે અનલિમિટેડ કૉલિંગ અને ડેટા મળી જશે.  સાથે જ ગ્રાહકોને દર રોજ હજારો રૂપિયાનુ ઈનામી વાઉચર અને 4જી ડેટા જીતવાની તક પણ મળશે.