શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન તીર્થ સ્થળ
Written By વેબ દુનિયા|

ભગવાન પાર્શ્વનાથ

23મા તીર્થકરને નમસ્કાર

N.D
ભગવાન પાર્શ્વનાથ જૈન ધર્મના 23મા તીર્થકર છે. ભગવાન મહાવીર તેમના સંપ્રદાયમાંથી જ હતાં. તેઓ ભગવાન મહાવીરથી લગભગ 250 વર્ષ પહેલા થયાં હતાં. તેમની મૂર્તિના દર્શન માત્રથી જ જીવનમાં શાંતિનો અનુભવ થાય છે.

પાર્શ્વનાથ હકીકતમાં એક ઐતિહાસિક વ્યક્તિ હતાં. તેમના પહેલા શ્રમણ ધર્મની ધારાની સામાન્ય જનતામાં કોઈ જ ઓળખાણ ન હતી. પાર્શ્વનાથ દ્વારા જ શ્રમણોને ઓળખાણ મળી. તેઓ શ્રમણોના પ્રારંભિક આઈકોન બનીને ઉભરી આવ્યાં હતાં.

કલ્પસૂત્રને અનુસાર પાર્શ્વનાથનો જન્મ મહાવીર સ્વામી કરતાં લગભગ 250 વર્ષ પહેલા થયો હતો, એટલે કે 777 ઈ.સ. પુર્વ ચૈત્ર કૃષ્ણ ચતુર્થી દરમિયાન કાશીમાં થયો હતો. તેમના પિતા અશ્વસેન વારાણસીના રાજા હતાં. તેમની માતાનું નામ 'વામા' હતું. તેમનું શરૂઆતનું જીવન રાજકુમારના રૂપમાં પસાર થયું હતું. યુવાવસ્થામાં કુથસ્થલ દેશની રાજકુમારી પ્રભાવતીની સાથે તેમના વિવાહ થયા હતાં.

તપસ્યા : પાર્શ્વનાથજી ત્રીસ વર્ષની ઉંમરમાં જ ઘરનો ત્યાર કરીને સંન્યાસી થઈ ગયાં હતાં. 83 દિવસ સુધી કઠોર તપસ્યા કર્યા બાદ 84મા દિવસે તેમને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. વારાણસીના સમ્મેદ પર્વત પર તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી.

પ્રચાર-પ્રસાર : કૈવલ્ય પશ્ચાત ચાતુર્યામ (સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ)ની શિક્ષા આપી. જ્ઞાન પ્રાપ્તિ બાદ સીત્તેર વર્ષ સુધી તેઓએ તેમના મત અને વિચારોનો પ્રચાર-પ્રસાર કર્યો તેમજ સો વર્ષની ઉંમરમાં જ દેહનો ત્યાગ કર્યો.

પાર્શ્વનાથે ચાર ગણ કે સંઘની સ્થાપના કરી. દરેક ગણ એક ગણધરના અંતર્ગત કાર્ય કરતો હતો. સારનાથ જૈન-આગમ ગ્રંથોમાં સિંહપુરના નામથી પ્રસિદ્ધ છે. અહીંયા જ જૈન ધર્મના 11મા તીર્થકરન શ્રેયાંસનાથે જન્મ લીધો હતો અને પોતાના અહિંસા ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેમના અનુયાયીઓમાં સ્ત્રી અને પુરૂષને સમાન અધિકારો પ્રાપ્ત હતાં.

પાર્શ્વનાથ મંદિર : સુપાર્શ્વ તેમજ ચંદ્રપ્રભાનો જન્મ પણ કાશીમાં જ થયો હતો. પાર્શ્વનાથની જન્મ ભૂમિના સ્થાન પર નિર્મિત મંદિર ભેલૂપુરા મોહલ્લામાં વિજયી નગરમ મહેલની પાસે આવેલ છે.

માથાની ઉપર ત્રણ, સાત અને અગિયાર સર્પકણોના છત્રોને આધારે મૂર્તિઓમાં તેમની ઓળખાણ થાય છે. કાશીમાં ભદૈની, ભેલૂપુર તેમજ મૈદાગિનમાં પાર્શ્વનાથના કેટલાયે જૈન મંદિર છે.