જૈન ધર્મને ઓળખો

વેબ દુનિયા|

N.D
'णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं।
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं॥'

ભાવાર્થ : અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર, બધા જ સાધુઓને નમસ્કાર.

દુનિયામાં સૌથી પ્રાચીન ધર્મ જૈન ધર્મને શ્રમણોનો ધર્મ કહેવામાં આવે છે. વેદોમાં પ્રથમ તીર્થકર ઋષભનાથનો ઉલ્લેખ મળે છે. માનવામાં આવે છે કે વૈદિક સાહિત્યમાં જે યતિઓ અને વ્રાત્યોનો ઉલ્લેખ મળે છે તે બ્રાહ્મણ પરંપરાના ન હોઈને શ્રમણ પરંપરાના હતાં. મનુસ્મૃતિમાંમાં લિચ્છવિ, નાથ, મલ્લ વહેરે ક્ષત્રિયોનો વ્રાત્યોમાં ગણવામાં આવે છે.
કહેવાનો અર્થ છે કે પ્રાચીનકાળથી જ શ્રમણોની પરંપરા વેદોને માનનારાઓની સાથે ચાલી આવી રહી છે. ભગવાન પાર્શ્વનાથ સુધી આ પરંપરા ક્યારેય પણ સંગઠિત રૂપમાં અસ્તિત્વમાં નહોતી આવી. પાર્શ્વનાથથી પાર્શ્વનાથ સંપ્રદાયની શરૂઆત થઈ હતી અને આ પરંપરાને એક ગઠિત રૂપ મળ્યું હતું. ભગવાન મહાવીર પાર્શ્વનાથ સંપ્રદાયના જ હતાં.

જૈન શબ્દ જીન શબ્દ પરથી બનેલો છે. જીન બન્યો છે 'જી' ધાતુથી જેનો અર્થ થાય છે જીતવું. જીન એટલે જીતનારો. જેણે સ્વયંને જીતી લીધો તેને જીતેંદ્રીય કહે છે.
ત્રેસઠ શલાકા પુરૂષ : કુલકરોની પરંપરા પછી જૈન ધર્મમાં લગભગ ચોવીસ તીર્થકર, બાર ચક્રવતી, નવ બળભદ્ર, નવ વાસુદેવ અને નવ પ્રતિ વાસુદેવ બધા મળીને 63 મહાન પુરૂષ થયા છે. આ 63 શલાકા પુરૂષોનો જૈન ધર્મ અને દર્શનને વિકસિત અને વ્યવસ્થિત કરવામાં મહત્વપુર્ણ યોગદાન રહ્યું છે.

ચોવીસ તીર્થકર : જેવી રીતે હિંદુઓમાં 10 અવતાર થયા છે તેવી જ રીતે જૈનમાં 24 તીર્થકર થયા છે જેના નામ નિમ્નલિખિત છે- ઋષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્પદંટ, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અરહ, મલ્લિ, મુનિવ્રત, નમિ, નેમિ, પાર્શ્વનાથ અને મહાવીર.
મહાવીરનો માર્ગ : છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરે તીર્થકરોના ધર્મ અને પરંપરાને સુવ્યવસ્થિત રૂપ આપ્યું. કૈવલ્યનો રાજપથ નિર્મિત કર્યો. સંઘ-વ્યવસ્થાનું નિર્માણ કર્યું- મુનિ, આર્યિકા, શ્રાવણ અને શ્રાવિકા. આ જ તેમનો ચતુર્વિઘ સંઘ કહેવાયો.

એટલા માટે તેમણે ધર્મનો મૂળ આધાર અહિંસાને બનાવી અને તેના વિસ્તાર રૂપ પંચ મહાવ્રતો (અહિંસા, અમૃષા, અચૌર્ય, અમૈથુન અને અપરિગ્રહ) તેમજ યમોનું પાલન કરવા માટે મુનિયોને ઉપદેશ કર્યો.
ગૃહસ્થોના પણ તેમણે સ્થુળરૂપ-અણુવ્રત રૂપ નિર્મિત કર્યા. તેમણે શ્રદ્ધાન માત્રથી લઈને, કોપીનમાત્ર ધારી હોવા સુધી આ અગિયાર દર્જ નક્કી કર્યા. દોષો અને અપરાધોના નિર્વારણાર્થે તેમણે નિયમિત પ્રતિક્રમણ પર જોર આપ્યું.

જૈન ત્રિરત્ન : સમ્યકદર્શનજ્ઞાનચારિત્રાણી મોક્ષમાર્ગ:। 1. સમ્યક દર્શન 2. સમ્યક જ્ઞાન અને 3. સમ્યક ચરિત્ર. આ ત્રણેય મળીને જ મોક્ષનો દ્વાર ખોલે છે. આ જ કૈવલ્ય માર્ગ છે.
જૈન ધર્મગ્રંથ : ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યા હતાં તેને તેમના પછીના ગણધરોએ, પ્રમુખ શિષ્યોએ સંગ્રહ કરી લીધા. આ સંગ્રહનું મૂળ સાહિત્ય પ્રાકૃત અને વિશેષ રૂપમાં મગધીમાં છે.

ભગવાન મહાવીરના પૂર્વના જૈન સાહિત્યને મહાવીરના શિષ્ય ગૌતમે સંકલિત કરી લીધું હતું જેને 'પુર્વ' માનવામાં આવે છે. આ રીતે ચૌદ પૂર્વોનો ઉલ્લેખ મળે છે.
અહિંસા પરમો ધર્મ : આમ તો વેદોમાં પણ અહિંસાના સૂત્રો છે. ભગવાન બુદ્ધે પણ અહિંસાને મહત્વ આપ્યું છે પરંતુ અહિંસાને વ્યાપક રૂપથી પ્રચાર કરવાનો શ્રેય જૈન ધર્મને જ જાય છે.

જૈન ધર્મના આચારનો મૂળ મંત્ર છે અહિંસા. જૈન ધર્મમાં અહિંસાનુ સૌથી ઉંચુ સ્થાન છે. જૈન ધર્મગ્રંથોમાં અહિંસાની ખુબ જ સુક્ષ્મ વિવેચના કરવામાં આવી છે. સ્થુળ હિંસા તો પાપ છે જ પરંતુ ભાવ હિંસાને પણ સૌથી મોટુ પાપ ગણવામાં આવ્યું છે.
દિગંમ્બર અને શ્વેતાબંર : ભગવાન મહાવીરે જૈન ધર્મની ધારાઓને વ્યવસ્થિત કરવાનું કાર્ય કર્યું, પરંતુ તેમના પછી જૈન ધર્મ મુખ્ય બે સંપ્રદાયમાં વિભક્ત થઈ ગયો- શ્વેતાંબર અને દિગંબર.


આ પણ વાંચો :