ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. જૈન
  3. જૈન ધર્મ વિશે
Written By

ભગવાન મહાવીરની માતાના 14 સ્વપ્નો

Mahaveer Chalisa
મહારાજા સિદ્ધાર્થે મહારાણી ત્રિશલા દ્વારા જોવામાં આવેલ સપનાઓની જાણકારી જ્યારે સ્વપ્નવેત્તાઓને આપી તો સ્વપ્નવેત્તાઓએ કહ્યું- રાજન! મહારાણીએ મંગળ સપનાઓના દર્શન કર્યા છે. સ્વપ્નવેત્તાઓએ સપનાઓની જે ભાવી વ્યાખ્યા કરી, તેનાથી ભગવાન મહાવીરનું ભવિષ્ય પ્રગટ થયું. જે 14 સપનાઓ ભગવાન મહાવીરની માતા ત્રિશલાએ નિંદ્રામાં જોયા હતાં- તેની સ્વપ્નવેત્તાઓએ ભાવી સુચનાઓ આ પ્રકારે જણાવી છે- 

હાથી- જે રીતે શત્રુ સેનાને નષ્ટ કરે છે, તેવી જ રીતે આ કર્મરૂપી શત્રુઓનો નાશ કરશે.

વૃષભ - વૃષભ જે રીતે ભાર વહન કરે છે તેવી જ રીતે આ બાળક પણ સંયમનો ભાર વહન કરશે.

કેસરી સિંહ - કામરૂપી ગજને નષ્ટ કરવામાં કેસરી સિંહ જેવું બળ દેખાડશે.

લક્ષ્મી - આ બાળક અનંત જ્ઞાન દર્શન રૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરશે.

પુષ્પમાળા - સુમનમાળાની જેમ બધાને પ્રિય કલ્યાણકારી થશે.

ચંદ્રમા - જેવી રીતે ચંદ્રમા શીતળતા પ્રદાન કરે છે, તેવી જ રીતે આ પણ બધા માટે શીતળતા અને સુરમ્યતાદાયક થશે.

સુર્ય - મિથ્યાત્વના દૂર કરીને રત્નત્રયીનો પ્રકાશ કરશે.

ધ્વજા - ધર્મધ્વજાને બધા જ લોકોમાં ફેલાવશે.

કુંભ કળશ - સંપુર્ણ આત્માના ગુણોનો ધારક થશે.

પદ્મ સરોવર - કમળાકાર સિંહાસન પર બેસીને દેશના કરશે.

ક્ષીર સમુદ્ર - સાગર જેવી અસીમ ઉંડાઈનો ધારક થશે.

દેવ વિમાન - અસંખ્ય દેવ-દેવીયોની પૂજ્યતા મેળવશે.