મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (16:17 IST)

ઘરના ઉંબરા પર કરો આ કામ, દોડીને આવશે સફળતા અને લક્ષ્મી..

ઘરની મર્યાદા, માન, મોભો, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતિક ઘરના ઉંબરાને ગણવામાં અવે છે. તમે નોધ્યુ હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉંબરાની પૂજા કરે છે. પહેલાના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી. પરંતુ આજકાલ આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ વિસરાઈ ચુકી છે. કારણ કે મોર્ડન મકાનમાં ઘરમાં ઉંબરાને સ્થાન મળતુ જ નથી. પણ વાસ્તુની દ્રષ્ટિએ ઉંબરો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 
ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. કકું તથા ચોખા વડે સાથિયો બનાવીને ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે.