ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

અહિંસા અને મહાવીર

W.D
વેદોમાં આપણને અહિંસાના સુત્રો મળે છે. કેટલાયે અહિંસક લોકો પણ થયાં છે. અહિંસા પણ પ્રવચન આપનારા પણ ઘણાં છે પરંતુ મહાવીર સૌથી અલગ છે અને તેમની અહિંસાની ધારણા પણ ખુબ જ સંવેદનશીલ છે. સંસારના પ્રથમ અને છેલ્લા વ્યક્તિ ભગવાન મહાવીર જેમણે અહિંસાને ખુબ જ ઉંડાણપુર્વક સમજી અને જીવ્યાં.

ત્યાગ કરવામાં હિંસા છે પરંતુ ત્યાગ થવામાં નહિ એટલે 'છોડો' અને 'છુટી જવું' ની વચ્ચેના ફરકને સમજો. ભગવાન મહાવીરે પોતાના જીવનમાં ક્યારેય કંઈ પણ નથી છોડ્યું. જ્યારે કે તેમનાથી બધું જ છુટી ગયું. અન્ન અને જળને તેમણે નહોતું છોડ્યું પરંતુ તેઓ પોતાનામાં જ એટલા બધા આનંદીત રહેતાં હતાં કે તેમને કંઈ ધ્યાન જ નહોતુ રહેતું કે તેમણે કંઈ ખાધુ પણ નથી.

અન્ન જળને ત્યાગ કરીને શરીરને કષ્ટ આપવું તે પણ એક હિંસા છે. મહાવીરે પોતાના શરીરને ક્યારેય પણ કષ્ટ નથી આપ્યું. કહેવાય છે કે એક વખત જ્યારે તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે કાંટાળા ઝાડની સાથે ફસાઈ ગયું અને શરીરથી તેમનું વસ્ત્ર છુટી ગયું. શરીરે પણ તેમને આ વાતની સ્વીકૃતિ આપી દિધી કે હવે તમે મને કપડાં વગર પણ રાખી શકો છો.

કહેવાય છે કે પુર્ણ વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થવાથી તેમણે માઁ ને કહ્યું-'માતા મને આજ્ઞા આપો, હવે હું જંગલમાં જવા માંગુ છું, જો તમારી આજ્ઞા હોય તો જાઉં'. માએ તેમને કહ્યું કે- 'પાગલ છે કે શું?' આ કોઈ ઉંમર છે સંન્યાસની. ક્યાંય પણ નથી જવાનું.

મહાવીર મૌન થઈ ગયાં. તેમનુ ઘરમાં રહેવાનું ન રહેવા બરાબર હતું. બે વર્ષ પછી માઁ એ કહ્યું 'લાગે છે કે મે તને ના પાડીને તને ઘણું કષ્ટ આપ્યું છે. જો તારી ઈચ્છા હોય તો તુ જઈ શકે છે.' મહાવીર ફરીથી મૌન થઈ ગયાં. કેમકે જો તેઓ હા કહેતાં તો તેમની માને આ વાત જાણીને દુ:ખ થતું કે મારા દિકરાને કષ્ટ આપ્યું.

આવામાં તેઓ મૌન થઈ ગયાં અને કોઈને પણ કષ્ટ આપ્યાં વિના જ ત્યાંથી જતા રહ્યાં. બધાને તેમના જવાથી કોઈ કષ્ટ ન થયું. માઁ દ્વારા રોકી લેવાને લીધે તેઓ વર્ષ સુધી વધારે ધ્યાન અને મૌનમાં જતાં રહ્યાં જેનાથી તેમના જીવનમાં વધારે ઉર્જાનો સંચય થઈ ગયો. આ માટે તેમણે પોતાની માતાને ધન્યવાદ આપ્યાં.

બધાનું મંગલ થવાની સાથે આપણું અમંગલ ન થાય તે જ ધર્મ છે. એટલા માટે તો કહે છે કે ધર્મ મંગલ છે. કયો ધર્મ? જે બીજાઓ પર પણ નહિ અને પોતાની પર પણ હિંસા ન થવા દે તે જ અહિંસક ધર્મ મંગલ છે. મહાવીર આ દુનિયાના પહેલા એવા માણસ છે જે અહિંસાના રસ્તા પર ચાલીને અરિહંત થયાં. મહાવીરની અહિંસાને સમજવી તે સરળ નથી. અહિંસકોમાં તેઓ એવા છે કે જાણે પર્વતોમાં હિમાલય.

આ ઘોર કળયુગમાં મહાવીરની અહિંસાને સમજવી ખુબ જ જરૂરી છે.