ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન ધર્મ વિશે
Written By પરૂન શર્મા|

જૈન ધર્મ

જે વ્‍યક્તિ "જીન"નો અનુયાયી હોય તે "જૈન". આ શબ્દ "જી" ધાતુ પરથી બન્યો છે. "જી" એટલે જીતવું. "જીન" એટલે જીતનાર. જેણે પોતાનું મન જીતી લીધું, પોતાની વાણી જીતી લીધી અને પોતાની કાયા જીતી લીધી તે વ્યક્તિ એટલે "જીન". જૈન ધર્મ એટલે "જીન" ભગવાનનો ધર્મ

જૈન ધર્મનો પરમ પવિત્ર અને અનાદિ મૂળમંત્ર છે-

ણમો અરીહંતાણં ણમો સિદ્ધાણં ણમો આઈરીયાણં
ણમો ઉવજ્ઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણં

અર્થાત્ અરીહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર, સર્વ સાધુઓને નમસ્કાર.