ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન ધર્મ વિશે
Written By પરૂન શર્મા|

જૈન પુરાણ

W.D
જૈન પરંપરામાં શલાકા-મહાપુરુષોની સંખ્યા 63 જેટલી માનવામાં આવે છે. પુરાણોમાં તેની કથા અને ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે.

પ્રાકૃત્ત, સંસ્કૃત, અપભ્રંશ અને અન્ય દેશી ભાષાઓમાં અનેક પુરાણોની રચના કરવામાં આવી છે. બંને સંપ્રદાયોનું પુરાણ સાહિત્ય વિપુલ પ્રણાણમાં ઉપલબ્ધ છે. તેમાં ભારતીય ઈતિહાસની મહત્વની સામગ્રી મળે છે.

જીનસેનના "આદિપુરાણ" અને જીનસેન (દ્વિતીય)ના "અરીષ્ટનેમી" (હરીવંશ), રવિષેણના "પદ્મપુરાણ" અને ગુણભદ્રના "ઉત્તરપુરાણ" વગેરેને મુખ્ય પુરાણ માનવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ, પરંપરા, દાર્શનિક વિચાર, ભાષા, શૈલિ વગેરેની દ્રષ્ટીએ આ પુરાણો ઘણા જ મહત્વના છે.