ઝારખંડમાં રાબડી દેવી, તેજસ્વી અને તેજપ્રતાપ રહેશે રાજદના સ્ટાર પ્રચારક

રાંચી.| Last Updated: શનિવાર, 16 નવેમ્બર 2019 (14:39 IST)
રાંચી. રાષ્ટ્રીય જનતા દળે ઝારખંડમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં રાજદ વિધાનમંડળ દળની નેતા રાબડી દેવી નેતા પ્રતિપક્ષ તેજસ્વી પ્રસાદ યાદવ, ધારાસભ્ય
તેજ પ્રતાપ યાદવ અને રાજ્યસભા સા6સદ મીસા ભારતીને સ્ટાર પ્રચારક બનાવ્યા છે.

ઝારખંડની રાજદના (RJD)ના અધ્યક્ષ અભયસિંહે આજે પાર્ટીના સ્ટાર પ્રચારકોની સૂચિ જાહેર કરતાં કહ્યું કે ઝારખંડની તમામ 81 બેઠકો પર મુક્તિ મોરચાના કાર્યકારી અધય્ક્ષ હેમંત સોરેન અને કોંગ્રેસ નેતાઓ સાથે રાજદની તરફથી બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેજસ્વી પ્રસાદ યાદવ, અને શ્રીમતી મીસા ભારતી ચૂંટણી પ્રચાર કરશે.


નોંધનીય છે કે ઝારખંડમાં જેએમએમના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન, દેવઘર, ગોદડા, કોડરમા, ચત્રા, બરખા, છત્રપુર અને હુસેનાબાદ બેઠકો વચ્ચે બેઠકના સંકલન હેઠળ આરજેડીમાં ગઈ છે. આ 7 માંથી 5 બેઠકો પર આરજેડીએ તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.આ પણ વાંચો :