1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
  4. Clerk Recruitment Gujarat

અમદાવાદમાં સરકારી નોકરીની ઉત્તમ તક:ની બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ્સ માટે અરજી કરવાનો મોકો

AMC Vacancy 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ તક બહાર પાડવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા વહીવટી કેડરમાં 'સહાયક સિનિયર ક્લાર્ક' (Assistant Senior Clerk) ની કુલ 250 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે.

કેટેગરી મુજબ જગ્યાઓનું વિતરણ

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 250 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમાં નિયમોનુસાર અલગ-અલગ વર્ગો માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. વિગતવાર જોઈએ તો જનરલ કેટેગરી માટે 105 જગ્યાઓ, સેબક (SEBC) માટે 68 જગ્યાઓ, એસટી (ST) માટે 37 જગ્યાઓ, ઈડબલ્યુએસ (EWS) માટે 25 જગ્યાઓ અને એસસી (SC) માટે 15 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
 

જરૂરી શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Graduation) પૂર્ણ કરેલું હોવું અનિવાર્ય છે. વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 38 વર્ષ હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારો અને હાલમાં જ AMCમાં ફરજ બજાવતા કર્મચારીઓને નિયમો મુજબ ઉંમરમાં નિયત છૂટછાટ આપવામાં આવશે.

 
અનુભવની આવશ્યકતા અને આકર્ષક પગાર ધોરણ
આ પોસ્ટ માટે માત્ર ડિગ્રી પૂરતી નથી, પરંતુ ઉમેદવાર પાસે સરકારી કચેરી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, બોર્ડ, નિગમ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી કેડરનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના પ્રથમ 3 વર્ષ માટે દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને આધારે લેવલ-4 પે મેટ્રિક્સ મુજબ ₹25,500 થી ₹81,100 નું નિયમિત પગાર ધોરણ અને અન્ય ભથ્થાં મળવાપાત્ર થશે.
 
ઓનલાઈન અરજી કરવાની સરળ પ્રક્રિયા
રસ ધરાવતા ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આ માટે વેબસાઈટના "Public Information" સેક્શનમાં જઈને "Recruitment and Result" ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં સહાયક સિનિયર ક્લાર્કની લિંક ઓપન કરી "Apply" બટન દ્વારા જરૂરી વિગતો ભરી, દસ્તાવેજો અપલોડ કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે અને ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ સાચવી રાખવી હિતાવહ છે