બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : ગુરુવાર, 25 એપ્રિલ 2024 (11:59 IST)

JEE Mains પરિણામ જાહેર, 56 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા... પરિણામ અહીં જુઓ

JEE RESULT
JEE Mains- નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બુધવારે મોડી રાત્રે JEE મેન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. સત્ર-2ના પરિણામમાં 56 ઉમેદવારોએ 100 પર્સન્ટાઈલ મેળવી રેકોર્ડ સર્જ્યો છે. અહેવાલો અનુસાર, આ 56 ઉમેદવારોમાં બે વિદ્યાર્થીનીઓ છે. ઉમેદવારો JEE Mains ની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર પરિણામ જોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ વખતે JEE મેઈનની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવી હતી.
 
માતા-પિતાએ શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ 39 ઉમેદવારોને JEE-મેઈન પરીક્ષામાં બેસવા માટે ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. 100 પર્સેન્ટાઈલ મેળવનાર ઉમેદવારોએ આ પરિણામ પર ભારે ખુશી વ્યક્ત કરી છે અને તેમના વાલીઓ કહે છે કે આખરે મેહનરને સફળતા મળી છે.