ગણેશજીની કૃપાથી પૈસાની તંગી દૂર કરવાનો ઉપાય

વેબ દુનિયા|

PTI
દરેક કાર્યની શરૂઆત આપને શ્રી ગણેશજીની પૂજાથી જ કરીએ છીએ. આવુ કરવાથી દરેક શુભ કામ સફળ થાય છે. ભગવાન શિવ દ્વારા ગણેશજીને સૌથી પહેલા પૂજવાનુ વરદાન મળ્યુ છે. તેથી દરેક મંગળ અને શુભ કાર્યોમાં ગણેશજીની આરાધના અને તેમના પ્રતિક ચિન્હોનુ પૂજન કરવામાં આવે છે

ગણેશજીને પરિવારના દેવતા પણ માનવામાં આવે છે. તેમની પૂજાથી ઘર-પરિવારની દરેક સમસ્યાનું નિરાકરણ થાય છે. ગણેશજી રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે. તેમને કૃપાથી ભક્તોને લાભ મળે છે અને શુભ સમયનુ આગમન થાય છે.

જ્યોસિષ મુજબ જો કોઈ વ્યક્તિને વધુ સમય સુધી પૈસાની તંગી રહે તો તેની પાછળ કુંડળીનો કોઈ અશુભ દોષ હોય તો પણ પૈસા સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંબંધિત ગ્રહને યોગ્ય જ્યોતિષીય ઈલાજ કરવાથી આવા ખરાબ પ્રભાવને દૂર કરી શકાય છે આ ઉપરાંત કોઈપણ શુભ મુહુર્ત અથવા મંગળવાર કે બુધવારના દિવસે આ ઉપાય અજમાવો -
કોઈ સરોવર, તળાવ, નદી કે કુવા પાસે જઈને ત્યાની માટીથી ગણેશજીની મૂર્તિ બનાવો. મૂર્તિ બનાવ્યા પછી તેના પર સિંદૂર, જનોઈ, દૂર્વા અને પ્રસાદ અર્પણ કરો. પછી ગણેશજીની આરતી કરો. આરતી પછી તમારી મનોકામના બોલીને ગણેશજીને પ્રણામ કરો. પૂજન થયા પછી ગણેશજીની મૂર્તિને ત્યાં જ સરોવર કે કુવામાં વિસર્જીત કરી દો.

આવુ કરવાથી થોડાક દિવસમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થવા માંડશે અને પૈસાની તંગી, ઘર-પરિવારની સમસ્યાઓ દૂર થઈ જશે.


આ પણ વાંચો :