ગુરૂપુષ્ય નક્ષત્ર : રાશિ મુજબ ખરીદી કરો

વેબ દુનિયા|

N.D
આ વખતે ધનતેરસના ચાર દિવસ પહેલા 20 ઓક્ટોબર(ગુરૂવાર)એ ગુરૂ-પુષ્ય નક્ષત્ર અમૃત ખુશીઓનો સંદેશ લઈને આવી રહ્યો છે. 20 ઓક્ટોબરના રોજ અભિજીત મુહુર્તમાં વેપાર જગત મટે ધનવર્ષાનો પૂર્ણ યોગ આવી રહ્યા છે. જ્યોતિષિઓનું માનીએ તો 27 નક્ષત્રોમાંથી મહત્વપૂર્ણ પુષ્ય નક્ષત્રનો ગુરૂની સાથે અમૃત યોગ હોવાથી આને બધા પ્રકારની ખરીદી માટે શુભ માનવામાં આવી ગયો છે.

સર્વાર્થસિદ્ધિ યોગ : જ્યોતિષ શાસ્ત્રમાં આ મુહુર્તને ઉત્તમ મુહુર્ત પણ કહેવામાં આવે છે. જેવુ આ મુહુર્તનુ નામ છે, આ મુહુર્તમાં કરવામાં આવેલ બધા જ કામો પૂરા થાય છે, સાથે જ ખૂબ જ જલ્દી તેના સકારાત્મક પરિણામ પણ જોવા મળે છે. આ મુહુર્તમાં દરેક કામ સિદ્ધ થઈ જાય છે.

આ યોગ વાર અને નક્ષત્રોના વિશેષ સંયોગથી મળીને બને છે. ગુરૂવારે પુષ્ય નક્ષરની સાથે આઠમની તિથિનો સંયોગ સવાર્થસિદ્ધિ યોગ બનાવી રહ્યો છે.
ગુરૂ પુષ્ય યોગ - જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને શુભ નક્ષત્ર માનવામાં આવે છે. દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ આ નક્ષત્રના સ્વામી છે. ગુરૂવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ ગુરૂ પુષ્ય નક્ષત્રનો અત્યંત શુભ યોગ બનાવે છે. યોગમાં ખરીદી, બેંકના કામકાજ, નવો વેપાર,ઓફિસ શરૂ કરવી, પૂજા પાઠથી સંબંધિત શુભ કાર્ય કરવાથી આ કાર્યોનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોના મુજબ તંત્ર મંત્ર, સિદ્ધિનો પ્રયોગ માટે પણ ગુરૂ પુષ્ય યોગને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
ગુરૂપુષ્યમાં ખરીદી માટે - આમ તો ખરીદી માટે આ આખો દિવસ શુભ ગણવામાં આવે છે. તમે સવારથી લઈને સાંજે ખરીદી કરી શકો છો. ગુરૂપુષ્ય યોગ 20 ઓક્ટોબરના રોજ સવારે 10:47 વાગ્યાથી શરૂ થઈને 21 ઓક્ટોબરની સવારે 6:29 સુધી મતલબ લગભગ 21 કલાક રહેશે.
રાશિ પ્રમાણે ક્યારે કરશો ખરીદી ?

સવારે 10:50 થી 12:20 સુધી - મેષ-કર્ક-તુલા-મકર માટે શુભ
બપોરે 12:20 થી 01:50 સુધી - વૃષભ, સિંહ, વૃશ્વિક, કુંભ
સાંજે 04:50 થી 6:20 સુધી - મિથુન, કન્યા, ધનુ, મીન

અને બધી રાશિવાળા 12:37 થી 02:10 વાગ્યા સુધી સ્થિર લગ્નમાં પણ ખરીદી કરી શકો છો


આ પણ વાંચો :