શુ તમારો જન્મદિવસ જાન્યુઆરીમાં છે ?

જાન્યુઆરીમાં જન્મેલા યુવાઓ પ્રખર હોય છે

વેબ દુનિયા|

N.D
તમારો જન્મ કોઈપણ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ આકર્ષક અને પ્રોફેશનલ છો. ભાગ્યનો ચમકતો સિતારો હંમેશા તમારી સાથે જ રહે છે. તમે તમારા દુ:ખ ક્યારેય પણ કોઈને બતાવતા નથી તેથી જ તો દુનિયા તમને એક ખુશમિજાજ વ્યક્તિના રૂપમાં ઓળખે છે.

તમે મહેનતમાં નહી પરંતુ 'કડક'મહેનતમાં વિશ્વાસ રાખો છો. કામ અને કેરિયરને લઈને તમારામાં એક પ્રકારની દિવાનગી જોવા મળે છે. તમે ખૂબ જ સંસ્કારી અને આદર્શ બાળકના રૂપમાં સમાજ પર પોતાની છાપ છોડો છો. તમને ખબર નહી હોય પરંતુ ઘણા લોકો માટે તમે એક પ્રેરણારૂપ છો. એક ખૂબ જ સાફ-સૂથરી અને ગરિમામયી છાપવાળ જાન્યુઆરીના જાતક પોતાના દરેક કામ પર પોતાની ઝીણવટભરી નજર રાખે છે. વાણીની દેવી તમારા પર વિશેષ પ્રસન્ન હોય છે.
વાતોના તમે જાદૂગર છો. તમને સૌને સાથે લઈને ચાલવામાં ખુશી મળે છે. વિખરાવવુ તમને પસંદ નથી. મન તમારુ કાંચ જેવુ સ્વચ્છ હોય છે. તમારામાં માણસને ઓળખવાની વિલક્ષણ શક્તિ હોય છે. છતા તમે તમારી આસપાસના લોકો દ્વારા જ દગો મેળવો છો.

જો તમને કોઈ પાસેથી કામ કરાવવુ હોય તો તેની ઉણપો પ્રત્યે જાણીજોઈને આંખે બંધ કરી લો છો. જેવુ તમારુ કામ નીકળ્યુ કે તમે તેને કુશળતાપૂર્વક કિનારે કરી દો છો. તમારા પર કોઈ હાવી નથી થઈ શકતુ. કારણ કે તમારી પર્સનાલીટી જ એટલી પ્રખર અને પ્રભાવશાળી હોય છે કે સામેવાળો પોતાની વાત કહેતા પહેલા બે વાર વિચાર છે.
કેટલાક જાન્યુઆરીમાં જન્મેલા યુવાઓઓમાં આ ઉણપો જોવા મળે છે કે આખી વાત સાંભળ્યા વગર જ રિએક્ટ કરી દે છે. કેટલા લોકો કાચા કાનના પણ હોય છે. તમે આમ તો દોસ્તોમાં કુલ અને ડિસેંટ વ્યક્તિના રૂપમાં ઓળખાવ છો, પરંતુ જો બધુ તમારા મુજબ ન થાય તો તમારુ ટેપરામેંટ સીમાઓ તોડી નાખે છે. દરેક કામ તમને સમય પર જોઈએ પરંતુ પોતે બીજાના સમયની કદર નથી કરતા.
દિલથી તમે માસૂમ છો, કોઈના માટે મનમાં કડવાટ નથી લાવતા, પરંતુ જો પ્રતિસ્પર્ઘા પર ઉતરી જાવ તો સામેવાળાને પછાડીને દમ લો છો. લાઈફ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ હોય છે. તમને ક્યારે, કેટલુ અને કેવુ જોઈએ એ મગજમાં એકદમ ક્લિયર હોય છે. તમારી પરિસ્થિતિઓ મુજબ મોલ્ડ થઈ જાવ છો. જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં વિશેષ મહત્વ રાખે છે તો તેને સહારો આપવામાં તમારો ઈગો અવરોધ નથી બનતો. ધાર્મિક એટલા છો કે ક્યારેય ધર્માન્ધ બની જાવ છો.
N.D
પ્રેમ બાબતે તેમના જેવો કમિટેડ વ્યક્તિ મળવો મુશ્કેલ છે. નાના-મોટા અફેયર ગમે તેટલા હોઈ શકે છે, પરંતુ જેને એકવાર દિલમાં વસાવી લીધા તેને બસ વસાવી લીધા. કેટલાક કિશોરો થોડા કન્ફ્યુઝડ થઈ જાય છે અને દરેકને પ્રેમનુ વચન આપી બેસે છે. પાછળથી મેચ્યોરિટી આવતા ખૂબ જ સ્માર્ટ રીતે કોઈ એકના પાલવે બંધાય જાવ છો. મોટાભાગે ખોટા નિર્ણયો લો છો, પરંતુ એ તો નક્કી છે કે સમાજ તેમના ખોટા નિર્ણયો પણ ભૂલી જાય છે.
જાન્યુઆરીમાં જન્મેલા યુવાઓ ઈલેક્ટ્રોનિક મીડિયા, આર્મી, ચાર્ટડ એકાઉંટેંટ, લેક્ચરરશિપ કે પછી સોફ્ટવેર એંજીનિયરિગમાં આવી જાય છે. તેમનુ નેતૃત્વ ક્ષમતાની દુનિયા દિવાની હોય છે.

આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ રોમાંટિક અને સ્માર્ટ હોય છે. માસૂમ હોવાનો ઢોંગ કરે છે, પણ હોતી નથી. કોલેજ કૈપસમાં તેમના અફેયર્સ ખૂબ સાંભળવા મળે છે. એવુ નથી કે દરેક સાથે તેમનુ નામ જોડાય છે, પરંતુ જેની સાથે જોડાય છે તે તરત જ લોકોના મોઢા પર આવી જાય હ્ચે. આ લોકો પોતાનો પ્રેમ છુપો નથી રાખી શકતા. તેમના રોમાંટિક સ્વભાવને કારણે તેમના પાર્ટનર તેમના દિવાના હોય છે. આ મહિનામાં જન્મેલી છોકરીઓમાં છોકરાઓને કાબૂમાં રાખવાની અદ્દભૂત કલા હોય છે.
જાન્યુઆરીવાલા દરેક યુવાને સલાહ છે કે થોડા સ્વાર્થી સ્વભાવ પર કંટ્રો કરો. ક્યારેય બીજાની નજરેથી પણ દુનિયા જુઓ. મિત્રોને બેવકૂફ સમજવાની પ્રવૃત્તિનો ત્યાગ કરો. કોઈનો વિશ્વાસ ન તોડશો. ભાગ્યનો સિતારો કાયમ તમારી સાથે જ છે, તેને યોગ્ય સમય પર ઓળખો. હેપ્પી બર્થ ડે.. જન્મદિવસની શુભેચ્છા...

લકી નંબર : 5. 3, 1.
લકી કલર : ડાર્ક બ્લ્યુ રેડ અને લાઈટ યેલો લકી ડે : થર્સડે, ફ્રાઈડે, સંડે
લકી સ્ટોન : ગોમેદ અને બ્લૂ ટોપાઝ

સલાહ - કોઈ ગરીબ છોકરીની શિક્ષાનો ખર્ચ ઉઠાવો. સરસ્વતીની આરાધના કરો.

સંબંધિત સમાચાર


આ પણ વાંચો :