11.11.11 અદ્દભૂત સંયોગ : રાશિ મુજબ કેવો રહેશે આજનો દિવસ

વેબ દુનિયા|

N.D
સો વર્ષમાં એકવાર આવનારો આજનો દુર્લભ દિવસ 11.11.11 એક છે. આજનો દિવસ પતિ-પત્ની માટે સામાન્ય રહેશે. નોકરિયાતો માટે શુભ સમાચાર લઈને આવશે. પ્રમોશન, વેતન વૃદ્ધિના શુભ સમાચાર લાવશે વેપારીઓ માટે આજનો દિવસ શુભ માનવામાં આવી રહ્યો છે. આજે જે લોકો નવો વેપાર શરૂ કરશે તેમને પણ તેમા લાભ મળશે.

11.11.11નો યોગ 6 છે જે શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર ગ્રહ ભૌતિકતા અને વિલાસિતાનો પરિચાલક હોય છે. જે માણસને ભાવનાશૂન્ય બનાવે છે. એ જ કારણ છે કે પારિવારિક દ્રષ્ટિકોણથી પતિ-પત્નીના સંબંધોમાં મતભેદ ઉભો થઈ શકે છે. તેથી આજના દિવસે પરસ્પર સમજીને રહેવુ યોગ્ય છે.

આંકડાશાસ્ત્રીઓ મુજબ 11.11.11 ના રોજ 11 વાગીને 11 મિનિટ 11 સેકંડ પર 12 એક્કા એક સાથે હશે જે વિલાસિતામાં વધારો કરશે.
મેષ : વાણી પર સંયમ રાખો,મધુર બોલો અને ૐ નો મંત્ર બોલો. તેનાથી તમારા જીવનમાં મધુર સંબંધો જળવાય રહેશે.

વૃષભ : શ્વેત ચમકદાર વસ્તુઓ ધારણ કરો, સૂર્યને પાણી ચઢાવો. કીડીઓને ખાંડ ખવડાવો. મંદિરમાં સફેદ વસ્તુનુ દાન કરો

મિથુન : થોડાક મતભેદ થવાની શક્યતા. તેને સમય રહેતા ઉકેલી લો. તુલસીના ક્યારામાં દિવો લગાવો. રોજ તુલસીને પાણી પીવડાવો
કર્ક - ત્રીજી વ્યક્તિના કારણે ઝગડો થઈ શકે છે. તીખી અને મસાલેદાર વસ્તુઓથી દૂર રહો નહી તો તંદુરસ્તીની સમસ્યા ઉભી થશે.

સિંહ - લાપરવાહી, તણાવને કરણે બનશે. એકબીજાનો ખ્યાલ રાખો. લાલ રંગના ફૂલના ક્યારાને સીંચો. લક્ષ્મીને લાલ ફૂલ ચઢાવો

કન્યા - નાની મોટી વાતો પર ધ્યાન ન આપશો. વિવાદીત વાતોથી દૂર રહો. ગણેશજીની દુર્વા અર્પણ કરીને તેમની સ્તુતિ કરો
તુલા - તમારા પરસ્પર મતભેદ સમાપ્ત થઈ જશે. દેવીના સ્ત્રોતનું વાંચન કરો. સુગંધિત વસ્તુઓનો આજના દિવસે વિશેષ પ્રયોગ કરો

વૃશ્ચિક - ગુસ્સા પર કાબૂ રાખો. લાલ વસ્ત્રમાં વરિયાળી બાંધીને તમારી પાસે રાખો

ધન - સંબંધો સામાન્ય રહેશે. ગાયને ચણાની દાળ, અને ગોળ ખવડાવો સારા પરિણામો આવશે.
મકર - શનિ મંદિરમાં તેલ ચઢાવો, ઘાટ્ટા રંગના કપડાં પહેરો. સંબંધોમાં મીઠાશ કાયમ રહેશે

કુંભ - કાળા તલનો લાડુ બનાવી ગાયને ખવડાવો, ખુશીઓનુ વાતાવરણ કાયમ રહેશે.

મીન - વિષ્ણુ ભગવાનને હળદર ચઢાવો, તમારા કાર્ય સિદ્ધ થશે. એકબીજાને મદદ કરો.


આ પણ વાંચો :