11.11.11 : જ્યોતિષ મુજબ શુભ-અશુભ કારણો

વેબ દુનિયા|

N.D
આ વર્ષે લોકોના ચર્ચાનો વિષય બનેલ છ એકડાવાળી તારીખ 11.11.11 જ્યોતિમુજબ છે. આ વર્ષે 11 નવેમ્બરના રોજ આવનારી તિથિ બિઝનેસ અને રોકાણ માટે યોગ્ય માનવામાં આવી રહી છે. પંડિતોના કહેવા મુજબ આંકાડા જ્યોતિષ કહે છે કે 11.11.11 ને મળીને 6 અંકનો યોગ બને છે, જેનો સ્વામી ગ્રહ શુક્ર છે. જ્યારે કે 11.11.2011નો યોગ આઠ છે જેનો સ્વામી ગ્રહ શનિ છે, જે વેપારી વર્ગ માટે ખૂબ શુભ સંકેત છે.

આ દિવસે કોઈપણ વેપાર શરૂ કરવો યોગ્ય અને લાભકારી બની શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકાય છે. બીજી બાજુ કેટલાજ્યોતિષિઓનું કહેવુ છે કે આ તારીખ લગ્ન માટે શુભ નથી. કારણ કે આ દિવસે ભરણનક્ષત્ર આવી રહ્યુ છે. આ દિવસે સંતાનનો જન્મ થવો શુભ નથી. પરંતુ હિન્દુ માન્યતા મુજબ 11 અંકને આધ્યાત્મિક શક્તિના રૂપમાં ઓળખવામાં આવે છે. આ કારણે તિથિઓમાં અગિયારસને મોક્ષ આપનારી માનવામાં આવી છે.
કેટલાપંડિત અને જ્યોતિષાચાર્યો મુજબ 11 નવેમ્બર શુભ છે. 11 તારીખે પૂનમ છે. આ કારણે આ દિવસે જન્મ લેનાર બાળકોનુ ભવિષ્ય ઉજ્જવળ રહેશે.

આ તારીખ 100 વર્ષ પછી આવવાથી લોકો આ દિવસે મુહુર્ત ન હોવા છતા લગ્ન કરવા આતુર છે. ઘણા લોકોએ લગ્ન માટે આ તારીખને બુક કરાવી દીધી છે.


આ પણ વાંચો :