1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2012
Written By વેબ દુનિયા|

12-12-12 : સો વર્ષ પછી બન્યો ત્રિવેણી સંયોગ

સો વર્ષ પછી 12-12-12નો અનોખો સંયોગ બનશે. આ દિવસ, તારીખ, મહિનો અને વર્ષમાં 12નો સંયોગ હશે. અંક શાસ્ત્ર મુજબ મહત્વપૂર્ણ આ દિવસનો 1 અને 2નો મૂળાંક 3 છે અને તેનો ત્રણવાર સરવાળો 9 છે. વિશેષજ્ઞો આ દિવસને ધન અને મીન રાશિવાળા જાતકો માટે લાભદાયક બતાવી રહ્યા છે.
P.R

અંક જ્યોતિષ મુજબ પુર્ણાકના આ સંયોગને નવીન કાર્યના શુભારંભ માટે શ્રેષ્ઠ બતાવાય રહ્યો છે. આ પહેલા આ સંયોગ 12-12-1912માં બન્યો હતો. આ દિવસે બપોરે અને રાત્રે જ્યારે ઘડિયાળના કાંટા 12 વાગીને 12 મિનિટ અને 12 સેકંડ વગાડશે અને કેલેનર પર 12-12-2012 હશે. એક સાથે છ વાર 12નો સંયોગ હશે.

જ્યોતિષશાસ્ત્ર રામકૃષ્ણ તિવારીના મુજબ 12-122012નો અંક જ્યોતિષ મુજબ પૂર્ણાક છે. આ દિવસ નવા કાર્યની શરૂઆત માટે સારો છે.

અંક શાસ્ત્રી મનીષ શર્માના મુજબ 12-12-12નો મૂળાંક 9 બનશે જે શહેર અને દેશના માટે હિતકારી હશે. આ તારીખ પછી સરકારે ઘણા કડક નિર્ણયો લેવા પડશે જે આગળ જઈને દેશના હિતમાં રહેશે.
P.R

અંક જ્યોતિષ પં. દેવેન્દ્ર કુશવાહના મુજબ 1 અને 2નો મૂળાંક 3 હોય છે. 1 અંક સૂર્યનો અને 2 ચંદ્રમાનો પ્રતિક છે. સૂર્ય આત્મબળ પ્રદાન કરે છે અને ચંદ્ર માનસિક શાંતિના દેવતા છે. તેથી આ સંયોગ શુભ છે.

12-12-2012ના રોજ વિવાહ મુહુર્તને લઈને પંચાગોમાં સંદેહની સ્થિતિ છે. પં. ઓમ વશિષ્ટના મુજબ મોટાભાગના પંચાગોમાં આ દિવસ લગ્નનુ શુદ્ધ શુભ મુર્હુત નથી આપવામાં આવ્યુ. જ્યારે કે કેટલાક પંચાગોમા આ દિવસ લગ્નની તિથિ છે.