1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2012
Written By વેબ દુનિયા|

જ્યોતિષ : રંગોની પસંદગીથી જાણો તમારુ વ્યક્તિત્વ

P.R
રંગોનુ આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. આપણામાંથી કેટલાક લોકો રંગોની થિયરી પર વિશ્વાસ નથી કરતા, પરંતુ આ સત્ય છે કે રંગોની પસંદગી આપણા વ્યક્તિત્વની તરફ ઈશારો કરે છે. મોટાભાગે આપણે જે રંગને પસંદ કરીએ છીએ, તેનાથી આપણા સ્વભાવ, સ્વાસ્થ્ય અને મનોવિજ્ઞાનનું મોટા ભાગે અંદાજ લગાવી શકાય છે.

કેટલાક અપવાદોને છોડીને મોટાભાગે આપણે એ જ રંગો તરફ આકર્ષિત થઈએ છીએ જેને આપણે વધુ પસંદ કરીએ છીએ. જ્યારે આપણી પસંદગીના રંગ ઘરની દિવાલ કે ફર્નીચર પર સજાવવામાં આવે છે તો તે આપણા વ્યક્તિત્વને પ્રભાવિત કરવા ઉપરાંત લાઈફ સ્ટાઈલ પર પણ આપણી છાપ છોડે છે.

આવો આપણે જાણીએ કે ઘરની દિવાલો પર રંગના સ્વભાવ સંબંધી કેટલીક મહત્વપૂર્ણ માહિતીઓ

P.R
રંગોનું મહત્વ ફક્ત દિવાલો કે કપડા પર જ નથી, આનાથી ઘણા વધુ રંગ આપણી વિચારધારા અને વ્યક્તિત્વને પણ પ્રભાવિત કરે છે. રંગોનુ મનોવિજ્ઞાન અને રંગોની ભાષાને જો આપણે ઊડાઈથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે અનુભવીશુ કે દરેક રંગ આપણને કંઈક કહે છે.

લાલ રંગથી સજેલી દિવાલવાળા રૂમમાં સમય ધીરે ધીરે પસાર થાય તેવો આભાસ થાય છે. જ્યારે કે આસમાની રંગથી રોશન દિવાલના રૂમમાં સમય ખૂબ જ ઝડપથી પસાર થાય છે. તમે જોયુ હશે કે મોટાભાગની ઓફિસોની અંદરની દિવાલ આસમાની રંગની હોય છે.

લાલ ચટક અને પીળો રંગ બીપીને વધારનારો રંગ કહેવાય છે, ઠીક એ જ રીતે આસમાની રંગનો પ્રભાવ આનાથી ઉલટો હોય છે.

આછો અને ઘટ્ટ રંગ રૂમના આકારને મોટો હોવાનુ ફીલ કરાવે છે. જ્યારે કે ડાર્ક અને કૂલ કલર રૂમને નાનો હોવાનુ ફીલ કરાવે છે.

દિવાલો પર સજાયેલ નારંગી રંગ તમારી ભૂખ વધારે છે, જ્યારે કે ભૂરો રંગ તમારી ભૂખ ઘટાડે છે.

વાર્મ ફીલ આપનારા રંગ આપણને નિકટ હોવાનો આભાસ કરાવે છે, જ્યારે કે કૂલ કલર આપણે દૂર હોવાનો આભાસ કરાવે છે.

તો તમે પણ આ જ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને તમારા મકાનના બહારના ભાગમાં રંગોની પસંદગી કરો અને રંગોની ભાષાનુ મનોવિજ્ઞાન સમજીને જ ઘરને રંગોથી સજાવો.